શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી પદ્મનાભ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી..

શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી પદ્મનાભ મંદિર ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી..

મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.૨૮
શ્રાવણ વદ અમાસને શનિવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતે રાત્રે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ કથાના યજમાન પદે સ્વામી નદુલાલ મોતીલાલ સ્વામી પરિવારે લ્હાવો લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન પાટણના શ્રી પદ્મનાભ ભગવાન નાં મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શ્રાવણ માસ નાં અંતિમ દિવસે ભગવાન શ્રી પદ્મનાભ નાં સન્મુખ પરંપરા અનુસાર આયોજિત કરવામાં આવતી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું રસપાન કરવા મોટી સંખ્યામાં ભગવાન નાં ભક્તો એ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પદ્મનાભ ભગવાન નાં મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગે વિવિધ યજમાન પરિવાર દ્વારા પ્રસાદ નાં યજમાન નો લાભ લીધો હતો. તો આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ નાં ટ્રસ્ટી મંડળ સહિત ભગવાન નાં સેવકોએ સુંદર આયોજન સાથે પ્રસંગને દિપાવી ભક્તિ સભર માહોલમાં શ્રાવણ માસ ની પૂણૉહુતિ કરી ધન્યતા અનુભવી હતી.