અનાવાડા નાં શનિ મંદિરે લાયન્સ પરિવાર દ્વારા મહા આરતી-અભિષેક સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

અનાવાડા નાં શનિ મંદિરે લાયન્સ પરિવાર દ્વારા મહા આરતી-અભિષેક સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

મોટી સંખ્યામાં શનિ ભક્તોએ ઉપસ્થિત રહી આરતી અભિષેક નો લાભ લઇ ધન્યતા અનુભવી..

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શનિભકતો દ્વારા જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો..

પાટણ તા.૨૮
શનિવારે શનિ અમાવસ્યા નાં પવિત્ર દિવસે પાટણ નજીક આવેલા અનાવાડા શનિદેવ મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ શનિ ભક્તો દ્વારા શનિ મંદિર ખાતે સ્થાપિત શનિ શિલા ને તલના તેલ,કાળા અડદનો અભિષેક કરી પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.શનિ અમાવસ્યા ના આ પવિત્ર પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા અને સમગ્ર વિશ્વની શુભકામનાઓ માટે લાયન્સ ક્લબ ઓફ પાટણ પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે સાંજે મહાઆરતી સાથે પંચામૃત અભિષેક નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શનિ અમાવસ્યા ના પવિત્ર દિવસે અનાવાડા સ્થિત શનિદેવ મહારાજ ના મંદિર ખાતે આયોજિત આ મહાપંચામૂત અભિષેક પ્રસંગે પાટણ લાયન્સ કલબ નાં પ્રમુખ ગોપાલસિહ રાજપૂત,અમિષ મોદી, ગૌરવ મોદી,ભાવેશ મોદી, ભદ્રેશ મોદી,આશિષ જનસારી સહિતના સભ્યો સાથે શનિ ભક્તોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શનિ શિલા ના અભિષેક સાથે મહા આરતી ઉતારી સુયૅ પુત્ર શનિ દેવની આરાધના કરી સૌનાં કલ્યાણની કામના વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.
અનાવાડા સ્થિત શનિદેવ મંદિર પરિસર ખાતે શનિ અમાવસ્યા ના પવિત્ર દિવસે આયોજિત ધાર્મિક ઉત્સવો ને સફળ બનાવવા મંદિરનાં પુજારી સહિત ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.