વામૈયા ગામના વાલમેશ્વર , સોમેશ્વર અને લક્ષ્મીપુરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ સાથે ધજા રોહણ કરાયું.

વામૈયા ગામના વાલમેશ્વર , સોમેશ્વર અને લક્ષ્મીપુરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ સાથે ધજા રોહણ કરાયું.

પાટણ તા.૨૮
સરસ્વતી તાલુકા ના વામૈયા ગામના વાલમેશ્વર,સોમેશ્વર તેમજ લક્ષ્મીપુરાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરોમાં આખો શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની શિવ ભક્તો દ્વારા પુજા અર્ચના સહિત બીલીપત્ર પુજન, અભિષેક સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા ત્યારે શનિવારના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે ત્રણેય શિવ મંદિરોમાંહવન યજ્ઞ અને ધજા રોહન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વામૈયા ગ્રામજનો અને લક્ષ્મીપુરાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. પ્રસંગને સફળ બનાવવા શ્રી વાલમેશ્વર મહાદેવ, શ્રી સોમેશ્વર મહાદેવ તેમજ શ્રી નીલકંઠ મહાદેવના ભક્તો અને ત્રણે મહાદેવોના શિવભક્તો સાથે યુવક મંડળ નાં સેવાભાવી યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.