પાટણ ધારાસભ્યે પોતાના ૫૩ માં જન્મ દિને તરૂવન ખાતે ૫૩ વૃક્ષો વાવી તેના જતન માટે રૂ.૫૩ હજાર અપૅણ કયૉ..

પાટણ ધારાસભ્યે પોતાના ૫૩ માં જન્મ દિને તરૂવન ખાતે ૫૩ વૃક્ષો વાવી તેના જતન માટે રૂ.૫૩ હજાર અપૅણ કયૉ..

ગ્લોબલ વોર્મિંગ ને અટકાવવા પયૉવરણ નું જતન ખુબ જ જરૂરી બન્યું છે : ડો.કિરીટ પટેલ..

ધારાસભ્ય દ્વારા પોતાના જન્મ દિવસ નિમિત્તે આયોજિત પયૉવરણ સહિતના સેવા કાર્યોની સૌએ સરાહના કરી..

પાટણ તા.૨૮
પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં રવીવારે ૫૩ માં જન્મ દિવસની વિવિધ સેવાકીય અને સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજના ગ્લોબલ વોર્મિંગ ના વધતાં જતાં પ્રમાણને અટકાવવા અને પયૉવરણ ની જાગૃતિ સાથે શહેરનાં સરસ્વતી નદી નાં કાંઠે આવેલા તરૂવન ખાતે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને તેમના ચાહકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

તરૂવન ખાતે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના ૫૩ માં જન્મ દિન ને અનુરૂપ ૫૩ વૃક્ષો નું વાવેતર કરી તેનાં ઉછેર માટે પાટણના જાણીતા પયૉવરણ વિદ નિલેશ રાજગોર ને જવાબદારી સોંપી પોતાનાં અંગત રૂ.૫૩ હજારનું દાન અપૅણ કરી લોકોને પયૉવરણ બચાવવાં હિમાયત કરી કોરોના કાળમાં ઓક્સિજન નુ શું મહત્વ હતું તે મહત્વને સાથૅક કરવા દરેક વ્યક્તિ ને પોતાના સારા પ્રસંગોમાં એક વૃક્ષ વાવી તેનું જતન થાય તે માટે હિમાયત કરી પોતાનાં જન્મ દિન પ્રસંગે પાટણ વિધાનસભા વિસ્તારના ૧૧૦ ગામોમાં તેમના સમથૅકો દ્વારા પણ આજે ૫૩૦૦ જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેનાં જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હોવાનું ડો કિરીટ પટેલે જણાવ્યું હતું.
તરૂવન ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં ૫૩ માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતાં તેઓનાં જન્મ દિન પ્રસંગે આયોજિત કરવામાં આવેલ સવૅરોગ નિદાન કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પ, દર્દીઓને ફુટ વિતરણ ની સાથે સાથે પયૉવરણ ની જાગૃતિ અર્થે નાં વૃક્ષારોપણ કાર્યક્રમ ની સરાહના કરી પાટણના ધારાસભ્ય ની જેમ દરેક વ્યક્તિ એ પયૉવરણ બાબતે ચિંતિત બની ગામે ગામ વૃક્ષારોપણ નાં કાર્યો કરવા અને પર્યાવરણ વિદ પાટણના નિલેશ રોજગોર દ્વારા હાથ ધરવામાં આવેલાં પયૉવરણ બચાઓ,વૃક્ષો વાવો અભિયાન માં તન,મન અને ધનથી સહિયોગી બનવા અપીલ કરી હતી.

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં જન્મ દિન પ્રસંગે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં પાટણના અગ્રણી તબીબો, ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો, પયૉવરણ પ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં તેમનાં સમથૅકો સાથે પાટણના પ્રબુધ્ધ નગરજનો એ જોડાઈ પયૉવરણ ની વિભાવનાને ચરિતાર્થ કરવા વૃક્ષારોપણ કરી ધારાસભ્ય ના જન્મ દિવસની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.