PATAN TO KAHLIPUR : બાબારી બાઈક યાત્રા પ્રસ્થાન પામી..

PATAN TO KAHLIPUR :  બાબારી બાઈક યાત્રા પ્રસ્થાન પામી..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની આગેવાની હેઠળ નિકળેલી યાત્રા માં મોટી સંખ્યામાં બાબારી ભક્તો જોડાયા..

ખલીપુર ના શ્રી રામદેવપીર મંદિર પરિસર ખાતે નેજા ફરકાવી બાબારી ભક્તો ધન્યભાગ બન્યા..

પાટણ તા.૨૯
અષાઢ સુદ બીજ એટલે લીલા નેજાધારી શ્રી બાબા રામદેવ પીર નો જન્મોત્સવ ત્યારે બાબા રામદેવ પીર નાં જન્મોત્સવ ને યાદગાર બનાવવા સોમવારના રોજ પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને તેમનાં પરિવારજનો દ્વારા પાટણ થી ખલીપુર બાબારી બાઈક યાત્રા નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ શાકાર પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન પામેલી બાબારી બાઈક યાત્રા માં અંદાજિત ૧૫૦૦ બાઈકો, ૨૫ ફોર વ્હીલર સાધનો સહિતનો બાબારી ભક્તો નો કાફલો બાબા રામદેવ નાં નેતાઓ સાથે કે.સી.પટેલ અને તેમના પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓની આગેવાની હેઠળ પ્રસ્થાન પામી શહેરના રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા,હિગળા ચાચર,ત્રણ દરવાજા,કનસડા દરવાજા,બી.ડી.હાઈસ્કુલ થઈ ને ખલીપુર ના શ્રી બાબા રામદેવ પીર મંદિર ખાતે પહોંચ્યો હતો. ખલીપુર ના શ્રી રામદેવપીર મંદિર ખાતે બાબારી બાઈક યાત્રા નું મંદિર નાં પુજારી સહિત સેવક ગણ દ્વારા ભવ્ય સ્વાગત સામૈયું કરી આવકારવામાં આવ્યો હતો.

બાબારી બાઈક યાત્રા માં જોડાયેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા મંદિર શિખર પર બાબારી નાં નેજા ફરકાવી પોતાની આસ્થા ફળીભૂત કરી ધન્યતા અનુભવી હતી.
બાબારી બાઈક યાત્રા માં જોડાયેલા તમામ બાબારી ભક્તો એ બાબા રામદેવ પીર ના દશૅન પ્રસાદ નો લાભ લઇ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને તેમના પરિવારજનો સહિત બાબારી બાઈક યાત્રાના આયોજન માં સહયોગી બનેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.