સિધ્ધપુર ખાતે જમીયત એ ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા નો સદભાવના મંચ કાર્યક્રમ યોજાયો.

સિધ્ધપુર ખાતે જમીયત એ ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા નો સદભાવના મંચ કાર્યક્રમ યોજાયો.

દેશને આઝાદી અપાવવામાં જમિયતે એ ઉલમા નો ફાળો પણ ઉલ્લેખનીય રહ્યો છે : મૌલાના..

પાટણ તા.૨૯
જમીયત એ ઉલમા બનાસકાંઠા અને પાટણ જીલ્લા નો સંયુક્ત સદભાવના મંચનો કાયઁક્રમ સોમવારના રોજ હોટલ સિધ્ધપુર ખાતે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ, ઉપ-પ્રમુખ, જમીયત ઉલમા-એ-ગુજરાતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યઅતિથિ સંજય તુલા વિશ્ર્વગ્રામ, ગાંધી વિચારધારા વક્તા, પાટણ મહાકાળી મંદિર નાં પુજારી અશોકભાઈ વ્યાસ,મહેશભાઇ મુલાણી ધારાશાસ્રી,મહંત મધુગીરી ગુરૂપરમેશ્ર્વરગીરી જુના ચામુંડા મંદિર પાંડવા- મુકતેશ્ર્વર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જમીયત ઉલમા-એ-હિંદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ મેહમૂદ મદની સાહેબ ના આદેશ અનુસાર આજે ૨૮ ઓગસ્ટ ના રોજ દેશભરમા સદભાવના મંચના ૧૦૦ જેટલા કાયઁક્રમો યોજાઇ રહયા છે તેના ભાગ રૂપે જમીયત એ ઉલમા બનાસકાંઠા તથા પાટણ જીલ્લાનો સંયુક્ત કાયઁક્રમ સિધ્ધપુર ખાતે હિન્દુ-મુસ્લિમો બિરાદરો ની ઉપસ્થિતીમાં ઉજવાયો હતો.

જમીયત એ ઉલમા તે ૧૯૧૯મા આઝાદી પહેલાની રાષ્ટ્રીય સંસ્થા છે. જેણે દેશની આઝાદીની લડતમા મહત્વપુર્ણ નો ભાગ ભજવ્યો અને દેશમાથી અંગ્રેજોને ભગાવ્યા.જમીયત એ ઉલમા તે ભારત દેશના તમામ નાગરીકોના હિત-રક્ષણ માટે લડત આપી અવાજ બુલંદ કરનાર સંસ્થા છે જમીયત એ ઉલમા આજે ૧૦૩ વર્ષ મા પ્રવેશ કરી ચુકી છે.વતઁમાન પરિસ્થિતિને જોતા જમીયત એ ઉલમાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના સૈયદ મેહમૂદ મદની સાહેબે નિર્ણય લીધો કે સદભાવના મંચ ના કાયઁક્રમ યોજી તેમા ધમૅગુરુઓ, સંસ્થાના અગ્રણીઓ તથા બુધ્ધિજીવીઓ સાથે પરામશઁ કરી એકતા,ભાઈચારો અને કોમી એખલાસ વધે અને આવા પ્રયાસોથી દેશની પ્રગતિ,વિકાસ ને કોઇ તાકાત રોકી શકશે નહિ અને દેશ ફરી સોનેકી ચીડીયા પુરવાર થશે,આજના સદભાવના મંચના કાયઁક્રમો જુદા જુદા ૨૦ જેટલા શહેરોમા યોજાઇ ગયા છે.

આ કાયઁક્રમ મા અતિથિઓ એ ખૂબજ સારા દ્રષ્ટાંતો આપી એખલાસ,ભાઇચારા ની ચર્ચા કરી હતી અને આવા કાયઁક્રમો યોજવા જોઇએ જેનાથી પ્રેમ,સોહાદઁમા વધારો થશે જમીયત સદભાવના મંચ ની પહેલને બિરદાવી હતી. મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબે પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યુ હતુ કે આજે દેશની આઝાદીમા જમીયત ઉલમાનો યશશવી ફાળો છે અને આજે પણ સદભાવના ના કાયઁક્રમો યોજવા પડે છે દેશ માટે અમો એક થઈ તેની પ્રગતિનો થાય તે જરુરી છે. મૌલાના ઇમરાન સુપરે આભાર વિધી કરી હતી અને જમીયત ઉલમા બનાસકાંઠા જનરલ સેક્રેટરીએ સફળ સંચાલન કર્યું હતુ.

કાયઁક્રમ ને સફળ બનાવવા શાહીદભાઇ સહકાર,મૌલાના અબુલહસન ઓગ્રેનાઇઝર જમીયત ઉલમા-એ-હિદ,
મૌલાના અબ્દુલ લતીફ જનરલ સેક્રેટરી,જમીયત ઉલમા પાટણ, મૌલાના મેહમૂદ સાહેબ ઉપપ્રમુખ જમીયત ઉલમા પાટણ, મૌલાના અલાઉદ્રીન મઝાહિરી નાયબ સદર જમીયત બનાસકાંઠા, મોલાના યાહ્યા પ્રમુખ જમિયત ઉલામા સિધ્ધપુર .મોગલ શફીભાઇ વરવાડ ,યાકુબભાઇ હારીજ , અ.રજ્જાક સમી ,કાજી સદ્દરૂદ્દીન દાસજ, હનીફભાઈ ફોલાદી. જાબીરભાઇજુનકીયા કો-ઓડીનેટર, જમીયત ઓપન સ્કુલ તથા બનાસકાંઠા. પાટણ ના તમામ જમિયત ના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી કાયઁક્રમ ને સફળ બનાવ્યો હતો.