ધારપુર ડીન ની બઢતી સાથે બદલી થતાં પાટણના નગરજનોએ સન્માન કરી શુભકામનાઓ વ્યક્ત કરી..

ધારપુર ડીન ની બઢતી સાથે બદલી થતાં પાટણના નગરજનોએ સન્માન કરી શુભકામનાઓ વ્યક્ત કરી..

વિવિધ મોમેન્ટો,બુકે અને શાલ થી સન્માનિત કરી તેઓની ડીન તરીકે ને સેવાને સરાહનીય લેખાવી..

પાટણ તા.૨૯
કોવીડ મહામારી સમયે પાટણ ની જનતાની નિસ્વાર્થ તેમજ ખડેપગે સેવા કરી ગરીબોના બેલી બનેલા ધારપુર મેડિકલ કોલેજના ડીન ડો યોગેશાનંદ ગોસ્વામી ની સીઈઓ તરીકે બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતાં રવીવાર નાં રોજ પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ સહિત સેવાભાવી યુવાનો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી વિવિધ મોમેન્ટો અપૅણ કરી તેઓની પ્રગતિ માટે કામના વ્યક્ત કરી હતી.

બઢતી સાથે બદલી થયેલા ડો. યોગેશાનંદ ગોસ્વામી ને શુભેચ્છા આપવાના આ પ્રસંગે શહેરના આગેવાનો સાથે કચ્છી દાબેલી વાળા પ્રવિણભાઇ ડાભી દ્વારા રાણકીવાવની મોમેન્ટ, પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .
આ પ્રસંગે વિજયભાઈ ચૌધરી(ઇન્ચાર્જ જિલ્લા અધિકારી,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર)પારસભાઇ ઠક્કર
(સીમાજન કલ્યાણ સમિતિ), પ્રવીણ ડાભી (લાયન્સ ક્લબ ઓફ પાટણ)મહેશભાઈ ચૌધરી ,પ્રજ્ઞેશભાઈ પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડો.યોગેશાનંદ ગોસ્વામી એ પોતાના સુમધુર અવાજમાં ગીત રજૂ કરી શુભકામના
ઓ પાઠવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.