શંખેશ્વરના પંચાસર માગૅ પર પદયાત્રીઓ ઉપર કાર ફરી વળતાં 10 વર્ષના બાળક સહિત ચારના મોત

શંખેશ્વરના પંચાસર માગૅ પર પદયાત્રીઓ ઉપર કાર ફરી વળતાં 10 વર્ષના બાળક સહિત ચારના મોત

અકસ્માત ઈજાગ્રસ્ત અન્ય ચાર લોકો ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા..

અકસ્માત સજૅનાર ગાડી ચાલકને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા.૩૦
શંખેશ્વરના પંચાસર નજીક હાઇવે ઉપર થી પસાર થઇ રહેલા પદયાત્રીઓને સોમવાર ની રાત્રે પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલા ગાડી ચાલકે અડફેટે લઈ 200 મીટર દૂર પસાર થઈ રહેલ રિક્ષાને પણ ધડાકા ભેર ટક્કર મારતા ગાડી પલટી મારીને રોડ સાઈડ ની ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પદયાત્રી તેમજ રિક્ષામાં બેઠેલા બાળક મળી ૪ ના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ચાર લોકો ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ ગાડી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે ધટના ની જાણ પોલીસને કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી ગાડી ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી હકીકત મુજબ સોમવારે મોડી રાત્રે રાધનપુરથી ચોટીલા જવા નીકળેલા ચાર જેટલા પદયાત્રીઓ શંખેશ્વર નજીક પંચાસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલ ઝેન ગાડીના ચાલકે પોતાની ગાડી પુરપાટ ઝડપે દોડાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા માગૅ પરથી પસાર થઈ રહેલ ચારેય પદયાત્રી
ઓને હડફેટે લેતા ચારેય પદયાત્રી ઓ હવામાં ફંગોળાઈ માગૅ પર પટકાયા હતા.ગાડી ચાલકે પદયાત્રીઓ
ને અડફેટે લીધા બાદ પોતાની ગાડી ઉભી રાખવાના બદલે પુર ઝડપે ગાડી હંકારી આગળ 200 મીટર દૂર જતા જ પસાર થઈ રહેલ અન્ય એક રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતાં ગાડી રોડ પર પલટી મારી ઝાડીઓમાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં ત્રણ પદયાત્રીઓ સહિત રિક્ષામાં સવાર ૧૦ વષૅ ના માસુમ નું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. હાઈવે પર અકસ્માત સજૉયો હોવાની જાણ આજુબાજુના રહિશો સહિત માગૅ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ ને જાણ કરતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશોના પંચનામા કરી પીએમ માટે મોકલી આપી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ધટના સ્થળે ગાડી મુકી ફરાર થયેલા ચાલકને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તો આ ગમખ્વાર અકસ્માત નાં પગલે લોકો માં અરેરાટી વ્યાપી જવા પામી હતી.