પાટણની બીડીએસ કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી..

પાટણની બીડીએસ કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી..

બીડીએસ કોલેજ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કણૉવતી નાં સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરાઇ.

પાટણ તા.30
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી.એસ. આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ કર્ણાવતી મહાનગર એકમનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતીની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી.

આ ઓન લાઇન ઉજવણી નાં મુખ્ય વક્તા લોકગાયક કલાકાર કવિ શ્રી અરવિંદ બારોટ તથા કાવ્યપાઠ માટે કવિ અશોક ચાવડા , કવિ પિયુષ ચાવડા તથા કવયિત્રી પદ્માક્ષી પટેલ ( પ્રાંજલ ) દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત યુવા પ્રતિભા તરીકે આસ્થા જનવારે અમરેલીથી સુંદર વક્તવ્ય આપ્યું.હતુ જ્યારે એસ.એલ.યુ.કૉલેજ અમદાવાદની વિદ્યાર્થીની જાદવ દીપિકા દ્વારા સુંદર ગાન રજુ કરેલ. પાટણની બી.ડી.એસ. કૉલેજનાં વિદ્યાર્થી કલ્પેશ નાઈએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.તેમજ પ્રાર્થના ગાન માટે વેણુભટ્ટ અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યો હતો જેનું આયોજન અને સંચાલન પ્રા.પાર્થ જોશી તથા ડૉ.વર્ષા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.પારસ ખમારે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આ ઓન લાઇન ઉજવણી ને બહોળી સંખ્યમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી માણ્યો હતો.