હાસાપુર દુધ ડેરી સામે આવેલ બાબા રામદેવ પીર મંદિર પરિસર ખાતે ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

હાસાપુર દુધ ડેરી સામે આવેલ બાબા રામદેવ પીર મંદિર પરિસર ખાતે ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

યજમાન પરિવાર નાં નિવાસ સ્થાને થી નિકળેલી શોભાયાત્રામાં બાબારી ભક્તો જોડાયા.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે ખાસ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લીધો..

પાટણ તા.૩૦
કળિયુગના જાગતા દેવ બાર બીજના ધણી બાબા રામદેવપીરનો ભાદરવા સુદ બીજના દિવસે પ્રાગટ્ય દિવસ છે.ત્યારે લાખો ભક્તો પગપાળા રણુજા દર્શન માટે જતા હોય છે. પાટણ શહેરમાં પણ ઠેર ઠેર બાબા રામદેવપીરના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા.ત્યારે મંગળવારના રોજ પાટણ શહેરના હાસાપુર ડેરી સામે આવેલ રામદેવપીરના મંદિર પરિસર ખાતે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હોસાપુર ગામના માજી સરપંચ અમૃતભાઈ દેસાઈના નિવાસ્થાનેથી રામદેવપીરના ફોટા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડીજે ના તાલ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા હાસાપુર ગામમાં ફરીને મંદિર પરિસર ખાતે પહોંચી હતી.જ્યાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ફોટો પ્રતિષ્ઠા ની ધાર્મિક વિધિ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવી હતી.

આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન જેઠાભાઇ દેસાઈ, વનાભાઈ પટેલ,વિઠ્ઠલભાઈ પટેલ, દશરથજી ઠાકોર, હરિભાઈ
પટેલ, અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે પાટણમાં દૂધ સાગર ડેરી સામે આવેલ જગ્યામાં આજે રામદેવપીર નું સ્થાપન કરવામાં આવ્યું છે દુખીયાના બેલી બાબા રામદેવપીરની ગતરોજ પાટણ શહેરમાં પણ ભવ્ય બાબારી બાઇક યાત્રા નીકળી હતી ત્યારે આજરોજ આ સુંદર મજાના આયોજનમાં આવવાનો મોકો મળ્યો તે બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું તેવું તેમને જણાવી. સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.