શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે : ડો કિરીટ પટેલ..

શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે : ડો કિરીટ પટેલ..

શહેરના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર,સ્વચ્છતા,પીવાના પાણી ની પુરતી સુવિધા નાં અભાવને કારણે પ્રજા પરેશાન..

પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો એ લીલી વાડી થી ટેલિફોન એક્સચેન્જ રોડ પર નાં ખાડાઓ જાતે પૂયૉ..

પાટણ તા.૩૦
પાટણ નગરપાલિકાના નધરોળ વહીવટી તંત્ર અને અણધડ વહીવટ સાથે ભષ્ટ્રાચારી સતાધીશોનો ભોગ કરોડો રૂપિયા નો ટેક્સ ભરતી પાટણની પ્રજા બની રહી છે. તો પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ જેવી કે શહેરના રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, પાણી જેવી મહત્વની જરૂરિયાત પરિપૂર્ણ કરવામાં પાંગળી સાબિત થઈ છે. જે તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા બાબતે નગરપાલિકા નાં સતાધીશો ને પાટણના ધારાસભ્ય દ્વારા એક સપ્તાહ અગાઉ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અસમથૅ બનતા મંગળવારના રોજ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ નાં આગેવાનો કાયૅકરો દ્વારા શહેરના લીલીવાડી થી ટેલિફોન એક્સચેન્જ વિસ્તારના ઉબડખાબડ અને તુટેલા મુખ્ય માર્ગો પર પોતાના સ્વ ખર્ચે બે ટ્રેક્ટર ભરીને રોડા,ક્રોક્રીટ અને માટી દ્વારા જાતે જે પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં વિસ્તારના રહીશો સહિત વેપારીઓ દ્વારા પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.

પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે આ બાબતે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા ના સત્તાધીશો સહિતના અધીકારીઓને આડે હાથ લઈને જણાવ્યું હતું કે ભષ્ટ્રાચારી સતાધીશોનો ભોગ કરોડો રૂપિયા નો ટેક્સ ભરતી પાટણની પ્રજા બની રહી છે. ચારેક માસ પહેલા પાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવીન રોડ ઠેર ઠેર તૂટી ગયેલા તેમજ ધોવાઈ ગયેલ અવસ્થા માં જોવા મળે છે. વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ સજૉઈ રહી છે.કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની સમસ્યા પણ વારંવાર ઉભી થતી હોય છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છતાં પાલિકા નાં સતાધીશો દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડી છે. જેનાં કારણે આજે પાલિકા ની કામગીરી નાં છુટકે અમારે કરવાની ફરજ પડી છે. જો પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર મામલે પણ તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરે તો આગામી દિવસો માં શહેરની ગટરોની પણ સફાઈ અમે જાતે કરી શહેરીજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરીશું તેવું ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું.

પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પાલિકા વિરુદ્ધ ના અનોખા કાયૅક્રમની પાટણની પ્રબુધ્ધ જનતાએ પણ સરાહના કરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડેલી નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.