પાટણમાં સ્ટેટ મોનેટરીંગ સેલનું દિલ ધડક ઓપરેશન

પાટણમાં સ્ટેટ મોનેટરીંગ સેલનું દિલ ધડક ઓપરેશન

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગાડી માં લઇ જવાતા ઈગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો ને ઝડપ્યા..

દારૂ નો જથ્થો, કાર અને અન્ય મળી રૂ.૮.૮૪ લાખનો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો..

પાટણ તા.૩૦
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી નાં આધારે સોમવારે રાત્રે પાટણ શહેરબી-ડીવીઝન પો.સ્ટે.વિસ્તાર ની હદ માંથી પ્રોહિ. રેઇડ કરી ગાડીમાં લઈ જવાતાં ઈગ્લીશ દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂ.1.65 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ગાડી મળી અન્ય મુદામાલ સાથે કૂલ રૂ.8.84 લાખનો મુદ્દામાલ આગળની તજવીજ માટે બી ડિવિઝન પોલીસ ને સોંપતાં પોલીસ ની પુછપરછ દરમિયાન બન્ને આરોપી એ અન્ય સાગરીતો માં વાસુગીરી ચતુરગીરી ગૌસ્વામી, ગોપાલભાઇ નો માણસ, પપ્પુભાઇ, ગોપાલભાઇ, નરેશભાઇ મલાજી પઢીયાર, જમારામ ઉર્ફે જગમાલ જેઠારામ પ્રજાપતિ હોવાનું જણાવતા પોલીસે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.