પાટણ શહેર ભાજપ દ્રારા આયોજીત પાટણ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય શોભાયાત્રા નીકળી..

પાટણ શહેર ભાજપ દ્રારા આયોજીત પાટણ કા રાજા ગણેશ મહોત્સવ ની ભવ્ય શોભાયાત્રા નીકળી..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત ભાજપના આગેવાનો કાયૅકરો શોભાયાત્રા માં જોડાયા.

શહેરના જુનાગંજ બજાર માં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શ્રી ની સ્થાપના કરી આરતી ઉતારવામાં આવી..

પાટણ તા.૩૧
પાટણ શહેર ભાજપ દ્રારા દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ શહેરના જુના ગંજ બજાર ખાતે પાટણ કા રાજા ગણપતિ ઉત્સવ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશચતુર્થી નાં પાવન દિવસે પાટણ શહેરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ લક્ષ્મી નગરમાં રહેતા યજમાન પરિવાર ગાયનેક ડો.નિતિન ભાઈ પટેલ નાં નિવાસ સ્થાને થી પાટણ કા રાજા ની ભક્તિ સભર માહોલમાં નિકળેલી શોભાયાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, હેમંત તન્ના, શૈલેષ પટેલ, દેવચંદ પટેલ, મનોજ પટેલ, પ્રવિણ પરમાર, મુકેશ પટેલ,ગોપાલસિહ
રાજપૂત, પ્રવિણ ડાભી, દિક્ષીત પટેલ,બિપીન પરમાર, ,સતિષ ઠક્કર,રૂદ્રદત રાવલ, સહિત પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, માનસી ત્રિવેદી,જનકબેન ઓઝા,અલકા મોદી,મુમતાઝ મન્સુરી,આરતી પ્રજાપતિ સહિત ભાજપના આગેવાનો, કાયૅકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પાટણ કા રાજા ની શોભાયાત્રા ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે લક્ષ્મી નગર ખાતે થી નિકળી શહેરના બગવાડા દરવાજા,હિગળા ચાચર થઈ ને જુનાગંજ બજાર ખાતે ગણેશ પંડાલમાં સંપન્ન બની હતી.શોભાયાત્રા નાં માગૅ પર ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું પુજન અચૅન કરવામાં આવ્યું હતું. જુનાગંજ બજાર ખાતે પાટણ કા રાજા ની સ્થાપના બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવો અને શહેરના આગેવાનો સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મહા આરતી સાથે પુજન અચૅન કરી ગણેશજી નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.