પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ ની બનાસકાંઠા માં બદલી થતાં હુંફાળું વિદાયમાન અપાયું..

પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ ની બનાસકાંઠા માં બદલી થતાં હુંફાળું વિદાયમાન અપાયું..

પાટણ પોલીસ સ્ટાફ સહિત રાજકીય,સામાજિક આગેવાનોએ મોમેન્ટો અપૅણ કરી શુભકામનાઓ પાઠવી..

પાટણ તા.૩૧
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઇ શક્તિસિંહ ગોહિલ ની બનાસકાંઠા જિલ્લા માં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓનો વિદાય અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ પોલીસ સ્ટાફ સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓએ તેઓને વિવિધ ભેટ સોગાદ અપૅણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પાટણ એલસીબી પીઆઇ અમીને પી.આઈ શક્તિસિંહ ગોહિલે ચાણસ્મા તેમજ પાટણ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખૂબ જ સુંદર રીતે પોતાની જવાબદારી સંભાળી હોવાનું જણાવી બનાસકાંઠામાં પણ તેઓ સારી કામગીરી કરી લોકોને મદદરૂપ બને અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી .
વિદાય લઇ રહેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પી.આઈ નું પ્રમોશન મળ્યા બાદ પ્રથમ પોલીસ સ્ટેશન ચાણસ્મા ખાતે ચાર્જ સાંભળ્યો હતો અને 17 થી 18 મહિના જેટલી કામગીરી કર્યા બાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

છેલ્લા 12 -13 મહિનાથી તેઓ પાટણ શહેરમાં કામગીરી સંભાળી રહ્યા હતા.ત્યારે આ સમય ગાળામાં તેમને તેમના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમજ ચાણસ્મા પોલીસ સ્ટેશન સ્ટાફ અને લોકો દ્વારા ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હોય જેના લીધે તેમને કામગીરીમાં સારી એવી સફળતા મળી હોવાનું જણાવી પ્રજા અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બદલી થઈ રહેલા શક્તિસિંહ ગોહિલના વિદાય સમારંભમાં તેમના માતા પિતા સહિત પોલીસ સ્ટાફના અધિકારીઓ અને સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પી આઇ ગોહિલ ને હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું હતું.