હારીજ 108 દ્વારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માં જ નોર્મલ ડિલિવરી કરાવી..

હારીજ 108 દ્વારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માં જ નોર્મલ ડિલિવરી કરાવી..

108 ના ઈએમટી અને પાયલોટે મહિલાની સફળ નોર્મલ ડિલિવરી કરાવી બાળકી અને માતાને નવજીવન બક્ષ્યું..

પાટણ તા.૧
પાટણ શહેર સહીત સમગ્ર જિલ્લામાં 108 ની આરોગ્ય લક્ષી કામગીરી સરાહનીય બનવા પામી છે ત્યારે ગતરોજ હારીજ 108 દ્વારા પ્રસવ પીડા ભોગવતી મહિલાની 108 માં જ નોર્મલ ડિલિવરી કરાવી મહિલા અને બાળકીને નવજીવન આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આપવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના નાના ગામે રહેતા ઠાકોર પરિવારની રંજનબેન નામની મહિલાને ગત રાત્રીના સુમારે પ્રસુતિનો દુખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા હારીજ 108 ને કોલ કરાતા 108 ના પાયલોટ કમલેશ પટેલ અને ઇએમટી ધીરેન્દ્ર સોલંકી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રસવ પીડા ભોગવી રહેલી મહિલા ને હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ મહિલા ને એકદમ ડીલેવરીનો દુખાવો પડતા 108 ના પાયલોટ અને ઇએમટીએ મહિલાની નોર્મલ ડિલિવરી 108 માં જ કરાવી બાળકીનો તેમજ મહિલાનો જીવ બચાવી વધુ સારવાર માટે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. હારીજ 108 ના પાયલોટ અને ઇએમટી ની આરોગ્ય લક્ષી સેવાને મહિલાના પરિવારજનોએ સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.