પાટણના ચતુર્ભુજ બાગ થી બગવાડા દરવાજા સુધી ની ચોક અપ સ્ટ્રોમ વોટર ગટર લાઇન માથી બે ટ્રેક્ટર ભરીને કાદવ કાઢવામા આવ્યો..

પાટણના ચતુર્ભુજ બાગ થી બગવાડા દરવાજા સુધી ની ચોક અપ સ્ટ્રોમ વોટર ગટર લાઇન માથી બે ટ્રેક્ટર ભરીને કાદવ કાઢવામા આવ્યો..

વિસ્તારના કોર્પોરેટર ની રજૂઆત નાં પગલે હાથ ધરવામાં આવેલ કામગીરી ને વેપારીઓએ સરાહી..

પાટણ તા.૧
પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસે આવેલ વરસાદી પાણીના નિકાલ માટે ચતુર્ભુજ બાગ થી બગવાડા દરવાજા સુધી સ્ટ્રોમ વોટર લાઈનમાં છેલ્લા ઘણા સમયથી કાદવ, કીચડ અને પ્લાસ્ટિકની કોથળીઓ ભરાતા આ લાઈન જામ થઈ ગઈ હોય જેના કારણે ગત ચોમાસામાં આ વિસ્તારના રહીશો અને વેપારીઓને અનેક મુશ્કેલી ભોગવવી પડી હતી.

આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા અને અલકાબેન મોદીએ પાટણ નગરપાલિકામાં જાણ કરતા ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકાએ આ સ્ટ્રોમ વોટર ગટર લાઇન ની સફાઈ કામગીરી માટે બાંધકામ શાખા અને સ્વચ્છતા શાખા ના મજૂરોને કામે લગાડી સફાઈ બે ટ્રેક્ટર ભરીને કાદવ કીચડ ઉલેચવામા આવ્યો હતો.

પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત જે તે શાખાના ચેરમેનો દ્વારા આ સ્ટોમ વોટર લાઈન ચતુર્ભુજ બાગથી બગવાડા સુધી કાદવ કિચડ થી ભરેલી હોય તો તેને બાંધકામ શાખા અને સ્વચ્છતા શાખાના સંયુક્ત ઓપરેશનથી ખાલી કરાવીને બાંધકામ શાખા મારફત તેનું પુનઃ રીપેરીંગ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત આ વિસ્તારના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવી હતી.