જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત પાટણ શાખા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ ..

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત પાટણ શાખા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ ..

દાતા પરિવારના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ મળતા ચહેરા ખીલી ઉઠ્યા..

પાટણ તા.૧
જાયન્ટ્સ પીપલસ ફાઉન્ડેશન અંતર્ગત ગુજરાતના તમામ ગૃપોમાં સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત જાયન્ટ્સ પાટણ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દાતા પરિવાર પ્રહલાદભાઈ એ પટેલ ના સહયોગથી માન્ડોત્રી ગામની પરા વિસ્તારની બક્ષીપંચ ના વિધાર્થીઓની મધુરીપૂર પ્રાથમિક શાળા ના તમામ બાળકોને સ્કૂલબેગ,નોટબુક પેન્સિલ,કલર પેન્સિલ ફુટ પટી રબર જેવી અભ્યાસ ને લગતી સામગ્રી ની કીટ નું વિતરણ અને ખારી વાવડી ગામ બાજુની ફુલેસણા ગામની ફુલેસણા પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ નું વિતરણ કરી બે પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યા હતા.

આ સેવા પ્રોજેકટમાં પ્રમુખ નટવરભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ , દાતા અને સભ્ય પ્રહલાદભાઈ એ પટેલ,મધુરીપૂરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ઊર્મિલાબેન પટેલ, શિક્ષક કિરણબેન ફૂલેષણ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હિરલબેન ગોસ્વામી, સી આર સી,જગદીશભાઈ સહિત ગામના આગેવાનો, મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.