સાત સમુંદર પાર અભ્યાસ અર્થે ગયેલા ગુજરાત નાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશોત્સવ નું આયોજન કરાયું..

સાત સમુંદર પાર અભ્યાસ અર્થે ગયેલા ગુજરાત નાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશોત્સવ નું આયોજન કરાયું..

વિદેશની ધરતી પર ગુજરાતી વિધાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન કરી હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરી.

પાટણ તા.૨
હિન્દુ સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારો નું અનેરૂં મહત્વ સમાયેલું છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ ને સાત સમુંદર પાર રહેતાં અને અભ્યાસ અર્થે ગયેલા યુવા વિધાર્થીઓ પણ પ્રસંગોચિત ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિદેશની ધરતી પર ઉજવી હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતા ને ઉજાગર કરી રહ્યા છે.

હાલમાં સમગ્ર ભારત ભરમાં ભક્તિ સભર માહોલમાં ઉજવાઈ રહેલા ગણેશોત્સવ ની કેનેડાના વિન્ડસર શહેરમાં અભ્યાસ કરતી પાટણના જાણીતા પ્રેસ ફોટોગ્રાફર અને આશા સ્ટુડિયોનાં માલિક સતિષભાઈ સ્વામીની સુપુત્રી ચિ.શ્ર્વેતા સ્વામી અને તેના સહ અધ્યાયીઓ નાં સમૂહ દ્વારા પોતાના નિવાસ સ્થાને ભગવાન શ્રી ગણેશજી ની સ્થાપના કરી ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસ માટે વિદેશ ની ધરતી પર પોતાના નિવાસ સ્થાને સ્થાપિત કરવામાં આવેલા વિધ્નહર્તા ગણેશજીની ભારતીય વિદ્યાર્થીઓ નિત્ય, પુજા અર્ચના અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરી ભક્તિ સભર માહોલમાં ગણેશોત્સવ ની ઉજવણી કરી રહ્યા છે જેમાં ત્યાંના સ્થાનિક વિદેશી લોકો પણ આ ગણેશોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવ માં સહભાગી બની ધન્યતા અનુભવતા હોવાનું શ્વેતા સ્વામી એ ટેલિફોનીક વાત ચિત દરમિયાન જણાવ્યું હતું.