આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ..

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ..

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત બેઠક માં જિલ્લા પ્રમુખ સહિત બક્ષીપંચ મોરચાના આગેવાનો એ માર્ગદર્શન પુરૂ પાડ્યું..

પાટણ તા.૨
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુક્રવારના રોજ પાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાની બેઠક જિલ્લા પ્રમુખ ડો દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે અને અગાઉની સરકારે કરેલા કાર્યો અને હાલની સરકારે કરેલા કાર્યો માં શુ તફાવત છે.

અગાઉના સમયમાં જ્યારે ઘરમાં વીજળી આવતી હતી ત્યારે નવાઈ લાગતી હતી.અને હાલના સમયમાં જ્યારે વીજળી જાય છે.ત્યારે નવાઇ લાગે છે.આજે તમામ ખેડૂતો હોય કે નાના માં નાનો વર્ગ હોય તમામ ને 24 કલાક વીજળી મળે છે તેવી વાત ધર ધર સુધી પહોંચાડવા અપીલ કરી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌ આગેવાનો કાયૅકરો ને કામે લાગી જવા જણાવ્યું હતું.

આ બેઠકમાં પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.એન ચૌધરી, પાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાના સંયોજક મંગાજી ઠાકોર, બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રી રમેશભાઈ રબારી, જિલ્લા મંત્રી ગોવિંદ
ભાઈ દેસાઈ, પાટણ તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ ચેહુજી ઠાકોર, સરસ્વતી તાલુકા પ્રમુખ રાણાભાઇ રબારી, પાટણ શહેર પ્રમુખ અમિશ મોદી, તાલુકા, મહામંત્રી ગોવિંદ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.