પાટણ ખાતે આપ ની રોજગાર ગેરંટી યાત્રા આવી પહોંચતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત સન્માન કરાયું..

પાટણ ખાતે આપ ની રોજગાર ગેરંટી યાત્રા આવી પહોંચતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત સન્માન કરાયું..

ભાજપ સરકાર ભષ્ટ્રાચારી છે તો કોંગ્રેસ તેની મલાઈ ચાટતો વિરોધ પક્ષ છે : લાલેશ ઠક્કર..

ભાજપ સરકાર નાં ભષ્ટ્રાચાર ને કારણે આજે શિક્ષિત યુવાનો બેરોજગાર બન્યા છે : યુવરાજસિહ..

પાટણ તા.૨
આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા શુક્રવારના રોજ પાટણ ખાતે આવી પહોંચી હતી જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભાજપ સરકાર પર કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક તક આપવા માટે લોકોને અપીલ કરાઈ હતી.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગર થી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા પાટણ ખાતે આવી પહોંચતા આપ નાં આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત જાહેર સભા ને સંબોધીત કરતાં પાટણના સેવાભાવી નવ યુવાન અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આપ પાર્ટી નાં પાટણ જિલ્લાના સંગઠનના નેતા લાલેશ ઠક્કરે ભાજપ સરકાર ને ભ્રષ્ટાચારી સરકાર લેખાવી કોંગ્રેસ ને ભ્રષ્ટાચારની મલાઈ ખાનાર વિરોધ પાર્ટી સાથે લેખાવી ઝાડુના માધ્યમથી આપ દ્વારા આ ભ્રષ્ટાચારરૂપી ગંદકીને સાફ કરવા આહવાન કર્યું હતું.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભ્રષ્ટાચાર અને કૌભાંડના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પેપર કૌભાંડને રોકવામાં, ભ્રષ્ટાચારને અટકાવવામાં કે બેરોજગારને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાનું જણાવી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આપ ની આ જાહેર સભામાં કોંગ્રેસ ભાજપ નાં કેટલાક કાયૅકરો આપ માં જોડાતા તેઓને આપ ની ટોપી અને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતાં આ જાહેર સભામાં મોટી સંખ્યામાં આપ નાં આગેવાનો કાયૅકરો અને પાટણની પ્રબુધ્ધ જનતાએ ઉપસ્થિત રહી આપ ની વિચારધારાને સમથૅન આપ્યું હતું.