ઘર મંદિર ખાતે આયોજિત ગણેશોત્સવ પ્રસંગે વિષ્ણુ સહસ્ત્ર પાઠ નું આયોજન કરાયું..

ઘર મંદિર ખાતે આયોજિત ગણેશોત્સવ પ્રસંગે વિષ્ણુ સહસ્ત્ર પાઠ નું આયોજન કરાયું..

મહિલા એડવોકેટ નાં નિવાસ સ્થાને આયોજિત ધાર્મિક પ્રસંગે રાજકિય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.

પાટણ તા.૩
ગણેશોત્સવ ની પાટણ શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઘર મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા ગણેશજી નાં ગણેશોત્સવ ને લઈને પાટણ ના જાણીતા મહિલા એડવોકેટ અને પાટણ જિલ્લા ભાજપ મિડિયા સેલ ના સહ કન્વીનર સંગીતાબેન મેહુલભાઈ જોષી પરિવાર દ્વારા શુક્રવારની સાંજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

વિષ્ણુ સહસ્ત્ર પાઠ નું પઠન જાણીતા ધમૅ પારાયણી રેખાબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું જેનો યજમાન પરિવાર સહિત મોટી સંખ્યામાં ગણેશ ભક્તો એ ઉપસ્થિત રહી રસપાન કરી ધન્યતા અનુભવી હતી.
સંગીતાબેન મેહુલભાઈ જોષી પરિવાર દ્વારા પોતાના ઘર મંદિર ખાતે આયોજિત ગણેશોત્સવ પ્રસંગે કરવામાં આવેલ વિષ્ણુ સહસ્ત્ર પાઠ નાં ધાર્મિક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ, શાંતિભાઈ સ્વામી, જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગણેશ ભક્તો એ ઉપસ્થિત રહી પુજા, આરતી, પ્રસાદ નો લાભ લઇ સમગ્ર વિશ્વ નાં કલ્યાણની ભાવના વ્યક્ત કરી હતી. ઉપસ્થિત ગણેશ ભક્તો સહિત ઉપસ્થિત મહાનુભાવો નું સંગીતાબેન મેહુલભાઈ જોષી પરિવાર સહિત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા સ્વાગત,સન્માન કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.