સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે 108 દ્વારા આપતી સમયે સમય સુચકતા કાયૅક્રમ યોજાયો..

સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે 108 દ્વારા આપતી સમયે સમય સુચકતા કાયૅક્રમ યોજાયો..

108 નાં પાયલોટ અને ઈએમટી દ્વારા આપતી સમયે ધ્યાનમાં રખાતી બાબતો થી સૌને માહિતગાર કર્યા..

પાટણ તા.3
સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે પાટણ 108 ALS એમ્બ્યુલન્સ (એડવાન્સ. લાઈફ.સપોટૅ.) અંતગર્ત ઈમરજન્સી નાં સમયે કઈ રીતે અને કેવા પ્રકારની કામગીરી થી પરિસ્થિતિ ને ખાળી શકાય તે માટે નો ડેમો સ્ટેશન સાથે માગૅદશૅન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણ 108 નાં સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શાળા નાં શિક્ષક-શિક્ષીકાઓ અને વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને માહિતગાર કયૉ હતા. હાલના સંજોગોમા માનસિક તણાવના કારણે નાની ઉંમરમાં હાર્ટ એટેક, આગ લાગવાની ધટના, અકસ્માત ઘટનાઓમાં 108 ની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. 108 શા માટે,કયા હેતુ માટે તેની તમામ પ્રકારની સમજ 108 પાટણના પાયલોટ ગુલાબખાન બલોચ અને તેમના સાથી EMT વિજયભાઈ રાઠોડ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શાળાના શૈક્ષણિક સ્ટાફને આપવામાં આવી હતી.

આ સુરક્ષા કેમ્પ માં EMT વિજયભાઈ રાઠોડ દ્વારા સીપીઆર કેમ આપવું અને સીપીઆર આપ્યા પછી પ્રાથમિક શું સારવારો છે તેની ઊંડાણ પૂર્વક ની સમજ આપવામાં આવી હતી. પાયલોટ ગુલાબખાન બલોચ દ્વારા 108 ની અન્ય એવી મેડિકલ સેવાઓ ની સમજ સાથે આભા એપ .( આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ) પણ આરોગ્ય સાથે સંકળાયેલ હોવાનું જણાવી આ આભા એપ માં જે લિંક છે એ લીંક દ્વારા ટોટલ સ્ટાફના 437 બાળકો સહિત આભા સાથે લીંક કરવાની વાત કરવામાં આવતા 14 જેટલા લોકો આભા લિંક સાથે આધાર કાર્ડ જોઈન્ટ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્ય મહેશભાઈ પ્રજાપતિ દ્વારા પાટણ 108ના પાયલોટ ગુલાબખાન બલોચ અને ઈએમટી વિજયભાઈ રાઠોડ નો આભાર વ્યક્ત કર્યો હતો.