પાટણ ની સૌપ્રથમ CBSE ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

પાટણ ની સૌપ્રથમ CBSE ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

વિદ્યાર્થીઓને શિક્ષણ ની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિક તહેવારોનું મહત્વ સમજાવાયું..

પાટણ તા.૩
શિક્ષણની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિને વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે તેવા શુભ ઉદ્દેશ થી વિવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરતી પાટણની સૌ પ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓકસફડૅ ઈંગ્લિશ મિડિયમ સ્કુલ પરિવાર દ્વારા ગણેશોત્સવનું ભકિત સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રાગરણ માં આયોજિત કરાયેલા આ ગણપતિ મહોત્સવ દરમિયાન શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ગણેશ મહોત્સવના મહત્વ વિશે જાણકારી આપી હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતા ઉત્સવો અને ધર્મ વિશે માહિતગાર કર્યા હતા. ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આયોજિત કરાયેલા ગણપતિ મહોત્સવ ને સફળ બનાવવા શાળાના ફાઉન્ડર પ્રિન્સિપાલ જગદીશ કથુરિયા, પ્રિન્સિપાલ જોઈન સર શાળાના ટ્રસ્ટી હષૅ પટેલ, હાર્દિક સ્વામી, વિજયભાઈ પટેલ, શાંતિભાઈ સ્વામી સહિત સ્ટાફ પરિવાર અને વિધાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.