પાટણમા જિલ્લા સંયુક્ત કમૅચારી મોરચો અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચોના નેજા હેઠળ અલગ અલગ રેલી યોજાઇ..

પાટણમા જિલ્લા સંયુક્ત કમૅચારી મોરચો અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચોના નેજા હેઠળ અલગ અલગ રેલી યોજાઇ..

હજારો કમૅચારીઓ વિવિધ માંગો ના બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી માં જોડાયા..

જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગો સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી..

પાટણ તા.૩
પાટણ સહિત રાજયના શિક્ષકો સહિતના કમૅચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં મુકવાની સરકાર સમક્ષ માંગ સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેને સમથૅન આપતા શનિવારના રોજ પાટણ ખાતે પાટણ જિલ્લા સંયુક્ત કમૅચારી મોરચો અને પાટણ જિલ્લા કમૅચારી મહા મંડળ તેમજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લાના નેજા હેઠળ હજારોની સંખ્યામાં શિક્ષકો તેમજ તાલુકા અને જિલ્લા નાં વિવિધ સંગઠનો એ જોડાઈ પોતાની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે બે અલગ-અલગ રેલીઓ યોજી વિવિધ માંગો સાથે બેનરો હાથમાં ધારણ કરી સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત તથા અન્ય સંગઠનોથી બનેલ રાષ્ટ્રીય ઑલ્ડ પૅન્શન પુનઃ સ્થાપના સંયુક્ત મોરચા સહિતના વિવિધ સંગઠનો નાં હજારો કમૅચારીઓ દ્વારા આપવામાં આવેલ ત્રીજા તબક્કાના આંદોલનમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ રેલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.
પાટણ શહેરના લીલીવાડી પાસે ના ઉપવન બગલોઝ સામે ના પ્લોટ માં રેલી પૂર્વે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો પાટણ જિલ્લા દ્વારા અને પાટણ જિલ્લા સંયુક્ત કમૅચારી મોરચો અને પાટણ જિલ્લા કમૅચારી મહા મંડળ દ્વારા શહેરની વી.કે.ભૂલા હાઈસ્કૂલ ખાતે જાહેર સભા યોજી જૂની પેન્શન યોજના શા માટે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.ત્યાર બાદ મોટી સખ્યાં શિક્ષકોએ એકત્ર થઈ વિવિધ બેનરો સાથે અલગ અલગ રેલીઓ કાઢી કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. આ બન્ને અલગ અલગ રેલીઓ માં શિક્ષકો સહિત તાલુકા અને જિલ્લા નાં ૭૦ થી વધુ સંગઠનના ૧૦ હજારથી વધુ કર્મચારીઓ જોડ્યા હતા.

આ રેલીમાં જોડાયેલા કલ્પેશભાઈ પટેલ અને બાબુભાઈ દેસાઈ તેમજ જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ સંતોષવામા નહીં આવે તો આગામી દિવસોમાં તા.૧૧ સપ્ટેમ્બર નાં રોજ રાજ્યના ઝોન કક્ષાએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવું,તા.૧૭ સપ્ટેમ્બર નાં રોજ રાજ્યના સમગ્ર કમૅચારીઓ માસ સી એલ પાડશે,તા.૨૨ સપ્ટેમ્બર નાં રોજ રાજ્યના તમામ કેડરના કમૅચારીઓ દ્વારા પેન ડાઉન તેમજ તા.૩૦ સપ્ટેમ્બર ના રોજ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.