જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણ ની ભક્તિ સભર માહોલમાં પૂણૉહુતિ કરવામાં આવી..

જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણ ની ભક્તિ સભર માહોલમાં પૂણૉહુતિ કરવામાં આવી..

શહેરના પંચાસર જૈન દેરાસર ખાતે થી ભવ્ય કતૅવ્ય શોભાયાત્રા નિકળતા વાતાવરણ ભકિતમય બન્યું..

પાટણ તા.૩
પાટણની પાવન ભૂમિ પર જૈનોના પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણની પૂર્ણાહૂતિ નિમિત્તે પરંપરાગત મુજબ ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા ભક્તિ સભર માહોલમાં પંચાસર જૈન દેરાસર ખાતે થી નિકળી શહેરના વિવિધ માર્ગો પર થી પસાર થતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગમાં રંગાયુ હતું. ક્ષમાયાચના, અહિંસા અને પ્રાણી પ્રત્યે જીવદયા રાખવાનું મહાપર્વ પર્યુષણ પાટણ માં ધર્મમય માહોલમાં સંપન્ન થયું હતું.
આઠ દિવસના આ મહાપર્વમાં જૈન શ્રાવકો દ્વારા ભગવાન મહાવીર સ્વામીની કઠીન તપસ્યા કરવામાં આવી હતી તેમજ શહેરની વિવિધ પોષધશાળાઓમાં મુની પંન્યાસો હારાજૈન શ્રાવકોને પર્વ વિશેનું જ્ઞાન પીરસવામાં આવ્યુ હતું.

ત્યારે પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે શનિવારના રોજ શહેરના પ્રાચીન પંચાસર જૈન દેરાસર ખાતેથી નગીનભાઈ પોષધશાળા અને સાગર જૈન ઉપાશ્રય દ્વારા ભગવાન મહાવીર સ્વામીની કર્તવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં અગ્ર ભાગે કિસાન ડંકો તેમજ ઉંટલારીઓમાં વિવિધ જૈન મહિલા મંડળની બહેનોએ ભગવાન મહાવીર સ્વામીના સ્તોત્રગાનની રમઝટ બોલાવી હતી. આ શોભાયાત્રામાં ચાર્તુમાસ કરવા આવેલા વિવિધ જૈન મુનીઓ, સાધ્વીજી મહારાજ સાહેબો સહિત જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં અપાશ્રયોના ભગવાનોને અલગ અલગ રથમાં બીરાજીત કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું.જે શોભાયાત્રા શહેરના નીર્ધારીત કરેલા માર્ગો પર થી નિકળતા વાતાવરણ ભકિતમય બન્યું હતું આ શોભાયાત્રા નું નિજ પંચાસર દેરાસર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.