શ્રી પદ્મનાભ વાડી પરિસરના શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય શોભાયાત્રા સાથે હવન યજ્ઞ કરવામાં આવ્યો..

શ્રી પદ્મનાભ વાડી પરિસરના શ્રી ચામુંડા માતાજી ની ભવ્ય શોભાયાત્રા સાથે હવન યજ્ઞ કરવામાં આવ્યો..

પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો પણ માતાજીની શોભાયાત્રામાં સહભાગી બન્યા.

પાટણ તા.4
પાટણ પદમનાભ ભગવાન ની વાડી સંકુલમાં આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર ખાતે દર વર્ષે ની જેમ ચાલુ વર્ષે પણ હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. શ્રી ચામુંડા માતાજીના આ ઉત્સવ પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા શહેરની આરાસુરી સોસાયટી માં રહેતા ડૉ અમિત પ્રજાપતિ અને ડૉ પિયુષ પ્રજાપતિ ના નિવાસ સ્થાને થી ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે પ્રસ્થાન પામતા ઉપસ્થિત સૌ માઈ ભક્તો દ્વારા માતાજી નો જય જય કાર વાતાવરણ ભકિતમય બનાવ્યું હતું.

માતાજી ની શોભાયાત્રા શહેરના બગવાડા દરવાજા-સુભાષચોક ખાતે પહોંચતા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે માતાજી ની ફોટો પ્રતિમા ને પુષ્પમાળા પહેરાવી ધજા ને વંદન કરી યજમાન પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા સહિતના કોંગ્રેસી આગેવાનો,કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શોભાયાત્રા નું ઠેર ઠેર માઈ ભક્તો દ્વારા સ્વાગત સન્માન સાથે ગુલાબની પાંદડી ની વષૉ કરી વધામણા કરવામાં આવ્યા હતા.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યજમાન પરિવાર નાં સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો એ ઉપસ્થિત રહી પદ્મનાભ મંદિર વાડી પરિસરના શ્રી ચામુંડા માતાજીના મંદિર પરિસર ખાતે પહોંચતા ભવ્ય સામૈયું કરી વધાવવામાં આવી હતી. મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞ ના દશૅન પ્રસાદનો લાભ લઇ માઈ ભક્તો ધન્યભાગ બન્યા હતા.
શ્રી ચામુંડા માતાજીના આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા યજમાન પરિવાર સહિત પ્રજાપતિ સમાજના સેવાભાવી યુવાનો અને કાયૅકતૉઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.