પાટણ જિલ્લા માથી નિકળનારા 66 જેટલા સંઘો સોમવાર થી ક્રમશઃ અંબાજી જવા પ્રસ્થાન પામશે..

પાટણ જિલ્લા માથી નિકળનારા 66 જેટલા સંઘો સોમવાર થી ક્રમશઃ અંબાજી જવા પ્રસ્થાન પામશે..

પગપાળા યાત્રા સંધો માં હજારો ભક્તો જોડાશે..

અંબાજી જતા પગપાળા સંધોએ માાતજીની રથની સાફ સફાઈ સાથે સજાવટ શરુ કરી..

પાટણ તા.4
યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો ભાવોત્સવી મેળો સોમવાર થી શરુ થઇ રહયો છે. ત્યારે પાટણ, હારીજ અને ચાણસ્મા તરફ ના માર્ગો પરથી કચ્છ અને અન્ય વિસ્તારના પદયાત્રીકો અને સંઘોની અવર જવર શરુ થઇ જવા પામી છે. ત્યારે પાટણ શહેરમાં સોમવાર થી અંબાજી ભાદરવી પૂનમ ના મેળા માં 66 જેટલા સંઘો નીકળતા હોઇ તેની તૈયારીઓ જોરશોર થી હાથ ધરાઇ હતી, બીજી તરફ શહેરની 10 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર વર્ષની જેમ અલગ અલગ સ્થળે સેવા કેમ્પોની ગોઠવણી કરવામાં આવી રહી છે.

પાટણ જિલ્લા માંથી 66 જેટલા સંધો અંબાજી માતાજી ની માંડવી અને ધજા સાથે નીકળતા હોય છે જેમાં 1200 જેટલા લોકો જોડાતા હોય છે જ્યારે અન્ય હજારો પદયાત્રિકો દરવર્ષે માતાજીના દર્શન કરવા ચાલતા જતા હોય છે. જેઓ નોમ, દશમ કે અગિયારસ કે બારસના રોજ પ્રયાણ કરતા હોય છે. શહેરની સેવાભાવિ સંસ્થાઓ સિઘ્ધહેમ સેવા કેમ્પ, એકટીવ ગૃપ, લાયન્સ કલબ, ધીયાનો પાડો યુવક મંડળ, રોટરેક્ટ કલબ, બત્તીવાડા યુવક
મંડળ,ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને આશરો સેવાકીય સંસ્થા, પ્રજાપતિ યુવક મંડળ વગેરેના આયોજનો શરુ થઇ ગયા છે જેનો લાખો યાત્રીકો લાભ મેળવશે. પાટણ જિલ્લા માંથી સોમવારના રોજ પ્રસ્થાન પામનારા પગપાળા સંઘ ની માઈ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.