પાટણ જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક મોન્સુન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

પાટણ જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક મોન્સુન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

જરૂરિયાત મંદ દર્દીઓએ ને મેડિકલ સેલ નાં તબીબો એ તપાસ્યા..

પાટણ તા.4
પાટણ જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા રવિવારના રોજ પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં આવેલ ગાંધી સુંદરલાલ કન્યા શાળા ખાતે નિઃશુલ્ક મોન્સુન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ મેડિકલ સેલ દ્વારા આયોજિત આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પસમાં શહેરના જાણીતા તબીબો દ્વારા પોતાની સેવાઓ આપવામાં આવી હતી.

ગાંધી સુંદરલાલ કન્યા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ભાજપ મેડિકલ સેલ દ્વારા આયોજિત આ કેમ્પમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, મેડિકલ સેલ પ્રમુખ ડો.અંબાલાલ પટેલ,પૂવૅ પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ, જીતુભાઈ પટેલ સહિત ભાજપ મેડિકલ સેલ નાં સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.