પાટણ ગણેશ વાડી ખાતે નાં ગણેશોત્સવ પ્રસંગે નમોસ્તુતે ગજાનન સંગીત સંધ્યા કાયૅક્રમ યોજાયો..

પાટણ ગણેશ વાડી ખાતે નાં ગણેશોત્સવ પ્રસંગે નમોસ્તુતે ગજાનન સંગીત સંધ્યા કાયૅક્રમ યોજાયો..

સ્વામી ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે ભક્તિ ગીતો સાથે બોલીવુડ ગીતો રજૂ કરી સૌને ડોલાવ્યા.

પાટણ તા.4
સમગ્ર ભારતમાં સૌ પ્રથમ ગણેશોત્સવ નો શરૂઆત કરનાર પાટણ ની ગજાનન મંડળ નાં ચાલું વર્ષે 145 માં ગણેશ ઉત્સવ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ગણેશ ઉત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે શનિવારની રાત્રે ગણેશ વાડી માં સ્થાપિત ગજાનન ગણપતિની સન્મુખ પાટણમાં સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર સ્વામી ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા નમોસ્તુતે ગજાનન ગણેશ વંદના નું ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભક્તિ સંગીત નાં સુમધુર કાયૉક્રમ માં કમલેશભાઈ સ્વામી,માધવીબેન સોની અને હષૅદભાઈ જેવા ખ્યાતનામ કલાકારો એ ભક્તિ સભર ગીતો સાથે બોલીવુડ નાં ગીતો કરાઓ નાં માધ્યમથી રજૂ કરી ઉપસ્થિત સૌ ગણેશ ભક્તો ને ભક્તિ રસમાં તરબોળ કયૉ હતાં. ગણેશ વાડી ખાતે આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં તમામ કલાકારો નું ગણેશોત્સવ નાં આયોજકો દ્વારા સ્વાગત સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મોડી રાત સુધી ગણેશ ભક્તો એ ગણેશ વંદના કાયૅક્રમ ને માણી ગજાનન ગણેશજી સન્મુખ વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.