પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત 3-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિશે વર્કશોપ યોજાયો..

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત 3-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિશે વર્કશોપ યોજાયો..

વિધાર્થીઓને ટેકનોલોજી માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું..

પાટણ તા.૫
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સરકારી શાળા સરસ્વતી શિશુ મંદિર હારીજ ના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત આધુનિક 3-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇનોવેશન વર્કશોપમાં પાટણ જિલ્લાના સરકારી શાળા અને સરસ્વતી શિશુ મંદિર હારીજ માંથી આવેલ 155 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનના લોકપ્રિયતા અને પ્રચારમાં વિજ્ઞાન કેન્દ્રની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ, નિષ્ણાત ગેલેરી ગાઈડ અને ટુર ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આધુનિક 3-ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી ના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.
સેમિનાર દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર, ડાયનાસોર વી.આર અને હ્યુમન વી.આર. જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી આનંદ અનુભવ્યો હતો.