પાટણ શહેર ભાજપ દ્વારા આયોજિત પાટણ કા રાજા ગણેશોત્સવનું ભકિત સભર માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું..

પાટણ શહેર ભાજપ દ્વારા આયોજિત પાટણ કા રાજા ગણેશોત્સવનું ભકિત સભર માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું..

ગણેશોત્સવ દરમિયાન વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો સાથે પત્રકારો ને સન્માનિત કરાયા..

પાટણ તા.5
પાટણ શહેરના જુનાગંજ બજાર ચોકમાં પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભક્તિ સભર માહોલમાં પાટણ કા રાજા ગણેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન રોજ બરોજ ધાર્મિક ઉત્સવો જેવાં કે આનંદ ગરબા,ભજન સંધ્યા, દાંડીયારાસ,મહા આરતી,પુજા સહિત નાં પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.
પાટણ શહેર ભાજપ દ્વારા આયોજિત આ ગણેશોત્સવ દરમિયાન ભારત વિકાસ પરિષદ પાટણ શાખા,ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા, લાયન્સ-લીઓ ક્લબ ઓફ પાટણ,જાયન્ટસ પરિવાર સહિત શહેરની સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની સાથે સાથે પાટણના પત્રકારોના વરદ્ હસ્તે ગજાનન ગણેશજી ની આરતી નો લ્હાવો આપવાની સાથે દરેક સંસ્થાના આગેવાનો,કાયૅકરો નું સન્માન કરી ગણેશોત્સવ માં સહભાગી બનવા બદલ આવકાર્યા હતા.

જુનાગંજ બજાર ખાતે આયોજિત આ ગણેશોત્સવ ને ઉપસ્થિત સૌએ સરાહનીય લેખાવી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, ગૌરવ મોદી, ધમેન્દ્ર પટેલ,સતિષ ઠક્કર,હેમત તન્ના, ગોપાલ રાજપૂત,અમિષ મોદી, ગૌરવ પ્રજાપતિ, શાંતિભાઈ સ્વામી, જીતુભાઈ પટેલ સહિતના ઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે પાટણના પત્રકાર યશપાલ સ્વામી એ ગણેશોત્સવ સમિતિનાં આમંત્રણ ને માન આપીને ભગવાનની આરતી, પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે કે.સી.પટેલ દ્વારા પત્રકાર યશપાલ સ્વામી નું બુકે થી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
રવિવારે ભક્તિ મય માહોલની સાથે સાથે ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે પાટણ કા રાજા ગણેશોત્સવનું વિસજૅન કરી પાટણ શહેર ભાજપના આગેવાનો કાયૅકરો સહિતના સૌ ગણેશ ભક્તો એ વિશ્વની શુભકામનાઓ માટે પ્રાથૅના કરી હતી.