વી.એમ.દવે પ્રાથમિક શાળા નાં બાળકો એ શિક્ષકની ફરજ અદા કરી શિક્ષક દિનની ઉજવણીને યાદગાર બનાવી.

વી.એમ.દવે પ્રાથમિક શાળા નાં બાળકો એ શિક્ષકની ફરજ અદા કરી શિક્ષક દિનની ઉજવણીને યાદગાર બનાવી.

વી.એમ.દવે પ્રાથમિક શાળામાં તા.5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શાળામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ મા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

પાટણ તા.૫
શિક્ષક દિન ની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં વિધાર્થીઓ ને શિક્ષક અને ગુરુનું મહાત્મય વિદ્યાર્થીના જીવનમાં શું મહત્વ ધરાવે છે તેમજ માનવ માં સદગુણ અને ચારિત્ર નું નિર્માણ કરવું એ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે શિક્ષક વિદ્યાર્થીઓનો મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક હોવો જોઈએ તેનું આચરણ અનુકર્ણીય હોવું જોઈએ તેના માટે શિક્ષણ એ વ્યવસાય નહીં પણ જ્ઞાનયાત્રા હોવી જોઈએ ડો. રાધાકૃષ્ણ ના ‘શિક્ષણ અને શિક્ષક’ વિશેના વિચારો સમજાવવામાં આવ્યા હતા.

શિક્ષક દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીની પરમાર તુલસી એ પ્રિન્સિપાલ તરીકે નિકુલ ઠાકોરે વાઈસ પ્રિન્સિપલ ની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓ સાથે ડો.રાધાકૃષ્ણ અને શ્રી વિપીનભાઈ દવે ના ફોટા નું કુમકુમ તિલકથી પૂજન કરી શિક્ષક દિનની ઉજવણી કરી હતી. શાળા સુપરવાઇઝર મમતાબેન ખમાર તેમજ શાળા સંચાલક જયેશભાઈ વ્યાસે તમામ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી શિક્ષક દિન ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.