બોલ મારી અંબે જય જય અંબે નાં ગગનભેદી નાદ સાથે પાટણ માથી ૧૦ પદયાત્રા સંધોનું અંબાજી તરફ પ્રયાણ.

બોલ મારી અંબે જય જય અંબે નાં ગગનભેદી નાદ સાથે પાટણ માથી ૧૦ પદયાત્રા સંધોનું અંબાજી તરફ પ્રયાણ.

પદયાત્રીઓ ને પ્રસ્થાન કરાવવા શહેરના બગવાડા દરવાજા ખાતે માઈ ભક્તો નું ધોડાપુર ઉમટ્યું..

ભક્તિ સંગીત નાં તાલે રાસ ગરબાની રમઝટ વચ્ચે પદયાત્રીઓ ને શ્રધ્ધા ભક્તિ સાથે પ્રસ્થાન કરાવ્યું..

પાટણ શહેરના માર્ગો પર થી માતાજીની માંડવી,ધજા દંડ સાથે પદયાત્રા સંધો પ્રસ્થાન પામતાં સમગ્ર વાતાવરણ જગત જનની નાં રંગે રંગાયું..

પાટણ તા.૬
શકિત, ભકિત અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગત જનની માં જગદંબાના પવિત્ર ધામ અંબાજીમાં પૂનમના મીની મહાકુંભ મેળાનો સોમવાર થી વિધીવત રીતે પ્રારંભ થયો છે. શ્રધ્ધા ભક્તિ સાથે ચાલનારા આ સાત દિવસીય મહા મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રાંતો માંથી લાખો શ્રધ્ધાળુઓ અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાળવા અને નવરાત્રીમાં મુજ ગામ…મારે આંગણે પધારવાનું મૈયાને આમંત્રણ આપવા પદયાત્રા રૂપી કઠીન યાત્રામાં બોલ મારી અંબે જય જય અંબે નાં ગગનભેદી નાદ સાથે માતાજી ની ધજા અને માંડવી સાથે ગિરી કંદરાના માગૅ પરથી પ્રસ્થાન થતાં સમગ્ર વાતાવરણ જગત જનની જગદંબા નાં રંગે રંગાયું હતું.

આદ્યશક્તિ માં અંબા નાં દશૅન ની તાલા વેલી સાથે સોમવારની રાત્રે શહેરના વિવિધ વિસ્તારો માંથી નિકળતા પદયાત્રા સંધો તમામ પ્રકારની તૈયારીઓ સાથે લાઈટીગ થી ઝગમગતી માતાજી ની માંડવી અને હાથમાં ધજા દંડ ધારણ કરી ભક્તિ સંગીત નાં સુમધુર સુરો વચ્ચે બોલ મારી અંબે જય જય અંબે નાં જયકાર સાથે પ્રસ્થાન થતાં શહેરના બગવાડા દરવાજા ખાતે પદયાત્રીઓ ને પ્રસ્થાન કરાવવા હજારોની સંખ્યામાં માં અંબા નાં ભક્તો નું ધોડાપુર ઉમટ્યું હતું. શહેરના બગવાડા દરવાજા ખાતે થી શહેરના એક પછી એક પદયાત્રા સંધો નિકળતા યાત્રાધામ અંબાજી જેવો જ માહોલ બગવાડા દરવાજા ખાતે જોવા મળ્યો હતો.

છેલ્લા બે વર્ષ થી કોરાનાની મહામારી નાં કારણે બંધ રહેલા પગવાળા સંધો ચાલુ સાલે માં અંબા ની કૃપાથી નિકળતા પદયાત્રા સંધો માં અબાલ વૃદ્ધ સૌ આસ્થા ભક્તિ સાથે પદયાત્રા માં જોડાતા પાટણના રાજ માર્ગો માં અંબા નાં જય જય કાર થી ગુંજી ઉઠ્યા હતા.તો પદયાત્રીઓ ને પ્રસ્થાન કરાવવા આવેલા માઈ ભક્તો એ બગવાડા ચોકમાં ડીજે ના તાલે માં નાં રાસ ગરબાની રમઝટ બોલાવી વાતાવરણ ને જગત જનની મય બનાવ્યું હતું.

પાટણ શહેર માંથી સોમવાર ની રાત્રે પ્રસ્થાન પામેલાં અંબાજી પદયાત્રા સંધો માં ઝીણીપોળ યુવક મંડળ,કસાર વાડા યુથ કલબ,ગુજૅરવાડા યુથ કલબ, દ્વારકેશ મિત્ર મંડળ, હરસિદ્ધ યુવક મંડળ,નાગર લીંમડી યુથ કલબ,મણીભદ્ર મિત્ર મંડળ (શાહ નો પાડો), અનાવાડા યુવક મંડળ, લોટેશ્વર યુવક મંડળ, બ્રહ્માણી યુવક મંડળ રાજપુર નાં સંધો હજારો પદયાત્રીઓ સાથે નિકળતા વાતાવરણ ભકિતમય બન્યું હતું. પદયાત્રા નાં આયોજકો દ્વારા પદયાત્રા માં જોડાયેલા પદયાત્રીઓ ને રસ્તા માં કોઈ પણ પ્રકારની અગવડ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું પદયાત્રા સંધો નાં આયોજકોએ જણાવ્યું હતું.