શ્રી બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની કલેકટર ના અધ્યક્ષ સ્થાને મહત્વ ની બેઠક મળી..

શ્રી બહુચરાજી માતા ટેમ્પલ ટ્રસ્ટની કલેકટર ના અધ્યક્ષ સ્થાને મહત્વ ની બેઠક મળી..

શ્રી બહુચર માતાજીના મંદિરના વિકાસ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો.

ટુંક સમયમાં શ્રી બહુચર માતાના મંદિર ને અંબાજી અને સોમનાથ મંદિરની જેમ સુવિધા સંપન્ન બનાવવા નિધૉર વ્યક્ત કરાયો.

પાટણ તા.૬
પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી બહુચરાજી શક્તિપીઠ નાં વિકાસ ને વેગવંતો બનાવવા ગતરોજ મહેસાણા જિલ્લા કલેકટર નાં અધ્યક્ષ સ્થાને શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ કમિટીની મહત્વની બેઠક મળી હતી. મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળેલી આ મહત્વની બેઠક માં મંદિરના ટ્રસ્ટ ચેરમેન કલેક્ટર મહેસાણા ઉદીપ અગ્રવાલ, ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે,બલવંતસિંહ રાજપુત, જયશ્રીબેન પટેલ સહિતના ઓએ ઉપસ્થિત રહી બહુચરાજી ટેમ્પલ ડેવલોપમેન્ટ માટેનાં કેટલાંક મોટા નિર્ણયો બાબતે વિચાર વિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં મહેસાણા ડીએસપી, પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા આ બેઠકમાં બહુચર માતાજીના મુખ્ય મંદિર ના શિખર ની ઊંચાઈ નો વિવાદ દૂર કરવા સમગ્ર મંદિરને નવેસરથી રી ડેવલપ કરી શિખર 56 ફૂટની ઊંચાઈએ લઈ જવુ,મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા,યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસર ની આજુબાજુ નો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવા ટ્રસ્ટ દ્વારા વહીવટી મંજૂરી આપવી,મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવી તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજીની સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવી જેથી દેશ તથા વિદેશમાં રહેતા માડી ના ભક્તોને દર્શનનો અને આરતી નો લાભ મળી શકે.

મા શક્તિની પૂજા અર્ચના નો નવરાત્રી નો ઉત્સવ ધામધૂમથી રંગે ચંગે માતાજીના પરિસરમાં ઉજવવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. શ્રી બહુચરાજી શક્તિપીઠ ના મંદિર પરિસર ને ” બી ” કેટેગરી માંથી “એ ” કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવા અને વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલ ચેર અને લિફ્ટ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી તેમને દર્શન માટે અગ્રીમતા આપવી,મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવ નું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવુ. તેમજ મંદિરની આસપાસના વિસ્તારમાં પણ અન્ય સુધારા કરવા,મંદિરની ફરતે આવેલ કિલ્લાની દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવો,
યજ્ઞશાળા તથા મંદિર પરિસર માં આવેલ નાના મોટા મંદિરો ને પણ સુધારા વધારા કરી નવીનીકરણ કરવુ,પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવી, માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવુ,મંદિરના યજ્ઞશાળા તથા નવચંડી કરનાર બ્રાહ્મણોના માનદ વેતન દક્ષિણામાં પણ વધારો કરવો જેવી તમામ મહત્વની બાબતોને સવૉનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરણાથી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ,
ડો.જયેશભાઈ મોદી, સંદીપભાઈ શેઠ,રાજેશ પટેલ, રાકેશ સોની,સુખાજી ઠાકોર સહિત તમામ ટ્રસ્ટીઓએ પણ આ બેઠકમાં ઉપસ્થિત એ ઉપરોક્ત નિર્ણયોને સંમતિ દશૉવી હોવાનું શ્રી બહુચર માતા ટેમ્પલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ડો.યજ્ઞેશભાઈ દવે એ જણાવ્યું હતું.