પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમા “કૃષ્ણનું જીવન સંગીત” પુસ્તકની સમીક્ષા કરવામાં આવી

પાટણ શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમા “કૃષ્ણનું જીવન સંગીત” પુસ્તકની સમીક્ષા કરવામાં આવી

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં ચાલતાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે કાયૅક્રમ યોજાયો..

પાટણ તા.૬
પાટણની શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરી ખાતે દર રવિવારે સાંજે મને જાણો નામનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે ત્યારે ગત રવીવારે મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગુણવંત શાહ દ્વારા લખાયેલ પુસ્તક “કૃષ્ણનું જીવન સંગીત” વિષે વકતા કાંતિભાઇ સુથાર દ્વારા બે ભાગમાં બે રવિવારે પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં વિવિધ અધ્યાયો તથા પ્રસંગોની માહિતી આપવામાં આવી હતી.

વકતા કાંતિભાઇ સુથારે કર્મયોગ, યોગઃ કર્મેશુ કૌશલમ્, નિષ્કામ કર્મ, સમગ્રતા, નિગ્રહ, સંયમ, સ્થિત પ્રજ્ઞતા, કર્મ, વિકર્મ, અકર્મ, આત્મ સંયમ, ધ્યાન, સમર્પણ ભાવ, સ્મૃતિ-વિસ્મૃતિ, અભયતા, નિર્ભયતા, તમોગુણ, રજોગુણ, સત્ત્વગુણ, જેવા ગુણોનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે તે પરિપ્રેક્ષમાં ખૂબજ સરસ રીતે સમજાવ્યું હતું. આ પ્રસંગે શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરી ના પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
કાયૅક્રમ માં પ્રકાશભાઇ રાવલ, ડો.પીયુષભાઇ વ્યાસ, ઘનશ્યામભાઇ રાજપૂત, દીલીપભાઇ પંડયા, કેશવલાલ ઠકકર, દિલીપ પ્રજાપતિ, હસમુખભાઇ સોની વગેરે શ્રોતાઓ હાજર રહ્યા હતા. આભારવિધી સુરેશભાઇ દેશમુખે કરી હતી. વકતાનો પરિચય સંયોજક નગીનભાઇ ડોડીયાએ આપ્યો હતો.