ભૂંડ પકડવાના બહાને રેકી કરી ઘરફોડ ચોરીના બનાવો ને અંજામ આપતી શીખલીકર ગેંગના બે સાગરીતોને પાટણ એલસીબી પોલીસે દબોચ્યા..

ચોરીના મુદામાલ સાથે બે આરોપી અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી ની પણ અટકાયત કરવામાં આવી..

પોલીસે રૂ.૧૩,૫૪,૨૯૦ નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા.૬
પાટણ શહેર અને જીલ્લામાં તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થયેલ ઘરફોડ ચોરીઓ તથા મીલકત સબંધી બનતા બનાવો અટકાવવા તથા બનેલા બનાવોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પાટણ એલસીબી પોલીસે પાટણ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવો ને અંજામ આપનાર શીખલીકર ગેંગના બે સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી ની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપનાર શીખલીકર ગેંગના બે સાગરીતો ઝડપાયા હોવાની બાબતને લઈને મંગળવારના રોજ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને બાજુના જિલ્લામા બનતાં ધરફોડ ચોરી અટકાવવા અને બનેલા બનાવો નાં ભેદ ઉકેલવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન નાં સિધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગતરોજ ટીમો પૈકી એક ટીમને હકિકત મળેલ કે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી શીખલીકર ગેંગના સભ્યો પૈકી શિખ (શિખલીકર) લખનસીંગ જીતસીંગ રહે.વડગામ વાળો તેની ગેંગના કેટલાક સભ્યો લઇ વડગામ થી છાપી સિધ્ધપુર થઇ ગામડાઓના રસ્તે થઇ પાટણ આવવા નિકળેલ છે, જે હકિકત આધારે એલસીબી ટીમે પાટણ પાલડી ગામ નજીક નાકાબંધી કરતા શિખ (શિખલીકર ભૈડ) લખનસીંગ જીતસીંગ તથા શિખ (શિખલીકર ભૈડ) અવતારસીંગ જીતસીંગ બન્ને.રહે.હાલ,વડગામ, લક્ષ્મીપુરા, દુધ ડેરીની સામે તા.વડગામ જી.બનાસકાંઠા મુળ,રહે.ખેરાલુ, બાલાપીર મુકતિધામની પાસે તા.ખેરાલુ જી.મહેસાણા વાળાને ચોરીના મુદામાલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ.૧૩,૫૪,૨૯૦ ના મુદામાલ સાથે આબાદ દબોચી લીધા હતા.

અને બન્ને ની સધન પુછપરછ હાથ ધરતાં તેઓએ ભૂડ પકડાવાના બહાને સવારે રેકી કરી રાત્રે ચોરીના બાઈક સાથે રેકી સ્થળે ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી ચોરેલ બાઈક બિન વારસી હાલતમાં મુકી ફરાર થઈ જતાં હોવાનું જણાવી તેઓએ પાટણ જિલ્લામાં ૧૦, બનાસકાંઠા ૪ અને ગાંધીધામ ૧ ધરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું અને ચોરી નો માલ ઉંઝા નાં દરજીવાસ માં રહેતા સોની કમલેશભાઈ ભરતભાઈ ને વેચાણ કરતા હોવાનું જણાવતાં એલસીબી પોલીસે ઉંઝા ખાતે થી સોની વેપારી ની પણ અટકાયત કરી આગળની તજવીજ માટે આરોપીઓને પાટણ જીલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પોલીસે દ્વારા ઝડપાયેલા આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ

(૧)સોનાના દાગીના કુલ વજન.૪૭/૫૫૦ મીલી ગ્રામ જે ૮૫ ટચના કિંમત રૂ.૨,૧૧,૧૪૦/
(૨) ચાંદીના દાગીના કુલ વજન ૮૪/૦૦ મીલી ગ્રામ જે આશરે ૬૦ ટચના કિંમત રૂ.૨૬૫૦/
(૩) મહિન્દ્રા પિકપ ડાલુ નંબર GJ-06-AZ-8548 કિંમત રૂ.૫,૦૦,૦૦૦/
(૪) મોટર સાયકલ TVS RTR નંબર-GJ-18-DB-8597 કિંમત રૂ.૧૫,૦૦૦/
(૫) મોટર સાયકલ હોન્ડા સાઇન GJ-08-CL-8979 કિંમત ૩૩૦,000/
(૬) મોટર સાયકલ પ્લેટીના GJ-08-CB-4043 કિંમત રૂ.૨૫,૦૦૦/
(૭) બે અડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/
(૮) ભારતીય ચલણી નાણુ રોકડ રકમ-૫૧,૬૦૦/
(૯) સોનાની રણી વજન ૫૦/૫૦૦ મીલી ગ્રામ જે આશરે ૮૨.૮૦ ટચના કિંમત રૂ.૨,૧૮,૪૦૦/
(૧૦) ચાંદીની લગડી વજન.૭૭૦/૦૦ મીલી ગ્રામ જે આશરે ૬૨.૫૦ ટચના કિંમત રૂ.૨૫,૫૦૦/
(૧૧) સોનાની રણી વજન ૬૧/૨૫૦ મીલી ગ્રામ જે આશરે ૮૬.૮૦ ટચના કિંમત રૂ.૨,૬૫,૦૦૦/
(૧૨) હાય બત્તી કિંમત રૂ.૨૦૦/
(૧૩) ચાવીઓનો જુમખો આશરે ચાવી નંગ-૧૦૦૮-કિમત રૂ.૫૦/
(૧૪) મોટુ ડીસમીસ કિંમત રૂ.૧૦/ (૧૪) લોખંડનો અતરડો કિંમત રૂ.૫/
(૧૫) લોખંડની બે ફુટ લોબી પટ્ટી કિંમત રૂ.૫/
કુલ મળી કિંમત રૂપીયા ૧૩,૫૪,૨૯૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.