પાટણ સહત્ર તરુવન ખાતે નાં સૂચિત માં સરસ્વતી મંદિરે શિક્ષક દિન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..

પાટણ સહત્ર તરુવન ખાતે નાં સૂચિત માં સરસ્વતી મંદિરે શિક્ષક દિન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..

શિક્ષણવિદો ની ઉપસ્થિતિ માં દાતા ડૉ.નીતિન છત્રાલયા ના વરદ્ હસ્તે સાવિત્રીબાઈ ફૂલે સ્મૃતિ વન બનાવવા વૃક્ષારોપણ કરાયું..

પાટણ તા.૬
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની શાળાઓમાં શિક્ષક દિનની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ સરસ્વતી નદી નાં તટે આકાર પામેલ સહસ્ત્ર તરૂવન વન ખાતેના સુચિત શ્રી સરસ્વતી માતાજી ના મંદિર સંકુલમાં શિક્ષક દિન ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષક દિન નિમિતે પાટણમાં વૈદિક નદી માં સરસ્વતીના કિનારે સહસ્ત્ર તરુવનમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ, સરસ્વતી અને શિક્ષક ના સંગમ થી નિર્માણ પામી રહેલ સરસ્વતી મંદિર -તળાવ -ઘાટ પ્રકલ્પમાં રાષ્ટ્રપતિ એવોર્ડ સન્માનિત કાનજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્મૃતિવન ના દાતા ડો નીતિન છત્રાલીયા પરિવાર અને શિક્ષકો તથા પ્રકૃતિપ્રેમીઓ દ્વારા “સરસ્વતી વંદના ” કરવામાં આવી અને ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની સ્મૃતિમાં મિયાવાકી જાપાની પદ્ધતિથી 71 પ્રકારના દેશીકુળના 2296 વૃક્ષો નું વાવેતર કરી પક્ષી ઓના આશ્રય સ્થાન સમા ચબુતરો અને પક્ષી ને પાણી માટે પરબ સાથે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે સમાજને અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મિયાવાકી જંગલ ની આ પદ્ધતિ ખુબ ખર્ચાળ અને ઝડપથી જંગલ ઉછેર કરતી પદ્ધતિ છે. પાટણના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો નીતિન છત્રાલીયા દ્વારા આર્યવ્રત નિર્માણ સંસ્થાને આ સ્મૃતિવનનો સંપૂર્ણ ખર્ચ દાન સ્વરૂપે આપી પ્રકૃતિના સંરક્ષણ એવમ સંવર્ધન કરવા ઉત્તમ પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના સહસ્ત્ર તરૂવન સ્થિત આકાર પામનારા શ્રી સરસ્વતી માતાજીના મંદિર સંકુલમાં સાવિત્રીબાઈ ફુલે સ્મૃતિ વન આકાર પામે તે માટે શિક્ષક દિન નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ નાં આ અનોખા કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે પાટણ જગન્નાથજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, શિક્ષણ સ્વૈચ્છિક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, પાટણ જિલ્લા કાયદા અધિકારી દિલીપસિંહ રાજપૂત,જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ,પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશનના પારસ પટેલ,આચાર્ય,શિક્ષણ સંઘના બાબુભાઇ રબારી, રમેશભાઈ ચૌધરી,એસીબી પીઆઇ સોલંકી,ડો.અંબાલાલ પટેલ, શંકરભાઈ પટેલ,વિનોદભાઈ શ્રીમાળી,રસિકભાઈ સહિતના મહાનુભાવો અને જિલ્લાના શિક્ષકો, પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આર્યાવર્ત નિર્માણના પ્રમુખ અને જાણીતા પર્યાવરણવિદ્દ નીલેશ રાજગોર દ્વારા સૌને આવકારી સહસ્ત્ર તરુવન તથા સરસ્વતી મંદિર તળાવ અને ઘાટ પ્રકલ્પની સંપૂર્ણ માહિતી આપી પર્યાવરણ જાળવણી માટે આગળ આવવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું.