આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ સીટો ઉપર વિજયી બની ગુજરાતમાં સરકાર બનાવશે : જગદીશ ઠાકોર..

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ સીટો ઉપર વિજયી બની ગુજરાતમાં સરકાર બનાવશે : જગદીશ ઠાકોર..

રાધનપુર ખાતે જલઝિરણી અગીયારસ ની શોભાયાત્રા અને વરાણા ખાતે તુલા વિધી પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપસ્થિત રહ્યા.

પાટણ તા.૬
ગુજરાત માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટી નાં આગેવાનો દ્વારા રાજ્કીય ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લા નાં રાધનપુરમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત જલઝીલણી અગિયારસના ધાર્મિક ઉત્સવની સાથે સાથે ભવ્ય શોભાયાત્રા નાં પ્રસંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુરમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ આયોજીત જલઝિલણી અગિયારસના પાવન પર્વ નિમિત્તે ભગવાન ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જે મોટા ઠાકોરવાસ માં આવેલા ભગવાન શ્રી ઠાકોરજીના મંદિરે પૂજા-આરતી કર્યા બાદ પરા વિસ્તારમાં થઈને મંડાઈ ચોક,રાજગઢી,પટણી દરવાજા,વડપાસર તળાવે પહોંચી હતી,જ્યાં ભગવાન શ્રી ઠાકોરજીને ઝીલણ કરાવ્યા બાદ નિજ મંદિરે પરત ફરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોર, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઇ, ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિગજી ઠાકોર,નાગરજી ઠાકોર સહિત નાં રાજકીય આગેવાનો તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓ અને રાધનપુરના નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામ વરાણા નાં ખોડીયાર માતાજી મંદિર પરિસર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની રાખેલી તુલા વિધી ની માનતાં પૂર્ણ કરી હતી.
આ તુલા વિધી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મિડીયા ને જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ નો પંજો લડી રહ્યો છે કોંગ્રેસના પંજા નાં સમથૅન માં ગામે ગામ કોંગ્રેસ નાં આગેવાનો, કાયૅકરો મહેનત કરી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ બેઠકો પર કોંગ્રેસ વિજય બની ગુજરાત માં સરકાર બનાવશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.