સિદ્ધપુર થી અંબાજી તરફના માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે કાયૅરત સેવા કેમ્પો ની મુલાકાત લેતાં સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર..

સિદ્ધપુર થી અંબાજી તરફના માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે કાયૅરત સેવા કેમ્પો ની મુલાકાત લેતાં સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર..

વિવિધ સેવા કેમ્પોમાં સ્થાપિત જગત જનની જગદંબા ની આરતી ઉતારી ધારાસભ્યે ધન્યતા અનુભવી..

પાટણ તા.૬
જગત જનની જગદંબા નાં પાવન ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મીની કુંભ મેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ થયો છે. પાટણ જિલ્લા માંથી પસાર થતાં માર્ગો જય અંબેના જય ઘોષ સાથે પદયાત્રીઓથી ઉભરાયા છે. મંગળવારે કેટલાક પદયાત્રા સંધોએ ભક્તિ સભર માહોલમાં બોલ મારી અંબે જય જય અંબે નાં ગગનભેદી નાદ સાથે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતુ.

ભાદરવી પૂનમ ના મેળા માં જવા પાટણ ઉંઝા તેમજ વિવિધ ગામોના પદયાત્રીઓ સિધ્ધપુર હાઈવે માર્ગ પર થી પસાર થતા હોય છે ત્યારે પદયાત્રીઓ ની સેવા માટે સિધ્ધપુર હાઈવે માર્ગ પર અનેક સેવા કેમ્પો કાયૅરત કરવામાં આવ્યા છે જે સેવા કેમ્પોની મંગળવારના રોજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુલાકાત લઈ સેવા કેમ્પોમાં સ્થાપિત જગત જનની જગદંબા ની આરતી ઉતારી પદયાત્રીઓ ને શુભેચ્છાઓ પાઠવી ધન્યતા અનુભવી હતી.