ગુજરાત ઉજૉ કમૅચારી હિત રક્ષક સમિતિ નાં નેજા હેઠળ પાટણ જિલ્લાના કમૅચારીઓ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું..

ગુજરાત ઉજૉ કમૅચારી હિત રક્ષક સમિતિ નાં નેજા હેઠળ પાટણ જિલ્લાના કમૅચારીઓ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું..

વિદ્યુત કમૅચારીઓની વર્ષો જુની અને મહત્વની પાંચ માંગણીઓ સરકાર દ્વારા સંતોષવાની માંગ કરાઈ..

સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સાથે અંધારપટ કરવાની ચિમકી..

પાટણ તા.૭
વિધાનસભાની ચૂંટણી નાં પડધમ વાગી રહ્યા છે ત્યારે આ તક નો લાભ લઇ સરકાર સામે વિવિધ સરકારી કર્મચારીઓ,અધૅ સરકારી કર્મચારીઓ પોતાની વષો જુની પડતર માંગણીઓ રજુ કરી સરકાર દ્વારા તેઓની પડતર માંગણીઓ સંતોષાય તેવી માંગ કરી આવેદનપત્ર, ધરણાં સહિતના સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવાનાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારના રોજ ગુજરાત ઉજૉ કમૅચારી હિત રક્ષક સમિતિ નાં નેજા હેઠળ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કમૅચારી મંડળ, ગુજરાત એનૅજી એમ્પલોઈઝ ટેકનિકલ એસોસિએશન અને ગુજરાત વિદ્યુત કમૅચારી ઉત્કષૅ મંડળના પાટણ જિલ્લા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી તેઓની મહત્વની પાંચ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને સરકાર પણ આ પાંચ માંગણીઓ પરત્વે હકારાત્મક વલણ અખત્યાર કરી તાત્કાલિક નિર્ણય કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત ઉજૉ કમૅચારી હિત રક્ષક સમિતિ ના નેજા હેઠળ પાટણ જિલ્લાના કમૅચારીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં પોતાની પડતર માંગણીઓ જેવી કે વગૅ-૪ માંથી વગૅ-૩ માં સમાવેશ કરી ઉભી થયેલી વિસંગતતાઓ દુર કરવી, લાઈફરિસ્ક એલાઉન્સ આપવું, ફિલ્ડ એલાઉન્સ આપવું,ઓવર ટાઈમ અને કામનાં કલાકો નક્કી કરવા,વીએસ ઈલેક્ટ્રીક આશિસ્ટન્ટ મુદ્દે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સરકાર દ્વારા જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સાથે અંધારપટ કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ પાટણ જિલ્લાના કમૅચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
કલેકટર કચેરી ખાતે આયોજિત આવેદનપત્ર નાં કાયૅક્રમમાં પાટણ જિલ્લાના ૨૦૦ થી વધુ કમૅચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.