ગોલા થી અંબાજી તરફ જવાના માર્ગ પર પાટણના બેબાશેઠ દ્વારા ચોખ્ખા ધી નો શિરો અને ગરમા ગરમ મગ નો સેવા કેમ્પ શરૂ કરાયો..

ગોલા થી અંબાજી તરફ જવાના માર્ગ પર પાટણના બેબાશેઠ દ્વારા ચોખ્ખા ધી નો શિરો અને ગરમા ગરમ મગ નો સેવા કેમ્પ શરૂ કરાયો..

પાટણ તા.૬
જગત જનની જગદંબા નાં પાવન પર્વ ભાદરવી પૂનમના મીની મહાકુંભ મેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે અંબાજી નાં માર્ગો બોલ મારી અંબે જય જય અંબે નાં ગગનભેદી નાદ થી ગુંજી ઉઠ્યા છે તો અનેક પદયાત્રા સંધો માં જોડાયેલા પદયાત્રીઓ થી અંબાજી તરફ ના માગૅ માનવ મહેરામણ ની ભીડ થી ઉભરાયા છે.

પદયાત્રી ઓની સેવા માટે અંબાજી નાં માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પ કાયૅરત બનાવવામા આવ્યા છે ત્યારે પાટણ ના જાણીતા બિલ્ડર બેબાશેઠ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગોલા નજીક અંબાજી જવા ના માગૅ પર ચોખ્ખા ધી નો શિરો અને ગરમા ગરમ મગ નો સેવા કેમ્પ કાયૅરત કરવામાં આવ્યો છે જેનો હજારો પદયાત્રીઓ લાભ લઇ રહ્યા છે તો પદયાત્રીઓ ને બેબાશેઠ સહિતના સેવાભાવી કાયૅકરો ભક્તિ ભાવથી ચોખ્ખા ધી નો શિરો અને ગરમા ગરમ મગ નો પ્રસાદ પિરસી પોતાની જાતને ધન્યભાગ માની જગત જનની જગદંબા નાં આશિર્વાદ મેળવી રહ્યા છે.