પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ગગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426 મી પુણ્ય તિથિ ઉજવાઈ

પાલનપુર નગરે તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જગદ્ગગુરુ હીરસૂરિશ્વરજી મહારાજાની 426 મી પુણ્ય તિથિ ઉજવાઈ

પાટણ તા.૭
પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં જગદ્ ગુરુ,સમ્રાટ અકબર બાદશાહ પ્રીતબોધક હીરસૂરિશ્વરજી મહારાજાની 426 મી પુણ્ય તિથિ ઉજવવામાં આવી હતી.જેમાં સવારે-9.00 કલાકે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે શ્રી જગદ્ ગુરુ જૈન મિત્ર મંડળ સંચાલિત પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ ચૈત્ય પ્રધિપભાઈ શાહ,જીનલ ગીરીશભાઈ શાહ,પ્રિયંસી નિલેશભાઈ મહેતા તથા શ્રીમતિ વૈશાલીબેન શાહ,શ્રીમતિ શિલ્પાબેન શાહ,શ્રીમતિ બીજલબેન શાહએ ગુરૂ ગુણગાયેલ અને ગુરૂ ભક્તિના ગીતોની રજુઆત કરેલ.
આ પ્રસંગે પૂજ્ય નયશેખરે જગદ્ગગુરુ હીરયસૂરિશ્વરજી મહારાજાના તસ્વીર પર હાર ચડાવી વાસક્ષેપ પૂજન કરવામાં આવેલ.અને પૂજ્યશ્રીએ જે અકબર ને હરરોજ સવારે નાસ્તા માં 500 ચકલીઓની જીભ ની ચટણી નાસ્તા માં જોઈતી હતી એને પ્રતિબોધ પમાડી જીવ હિંસા બંદ કરાવી.ગુજરાતના પાટણ નિવાસી કુમારપાળ મહારાજાએ સમગ્ર ગુજરાત માં અમારી પ્રવર્તન કરાવી હતી. આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી દિલીપભાઈ શાહ,પંડિતવર્ય પ્રવિણભાઈ શાહ,ભરતભાઇ શાહ, વસંતભાઇ શાહ વગેરે તથા પાલનપુર સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.