પાટણ સરકારી કુમાર છાત્રાલય ના વિધાર્થીઓ બે દિવસથી ભોજનના મામલે ભૂખ્યા.

પાટણ સરકારી કુમાર છાત્રાલય ના વિધાર્થીઓ બે દિવસથી ભોજનના મામલે ભૂખ્યા.

હલકી ગુણવત્તા વાળા ભોજન પિરસાતુ હોવાના વિધાર્થીઓ નાં આક્ષેપો..

પાટણ તા.૭
પાટણ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવાના કારણે ધોરણ નવ થી કોલેજ સુધી ના 50 જેટલા વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. છાત્રાલય ના આ વિધાર્થીઓ ગઈ કાલે સવારથી જમ્યા વિના ભૂખ્યા છાત્રાલય પરિસરમાં બેઠા છે ત્યારે આ વિધાર્થીઓ દ્વારા રસોઈ બાબતે વારંવાર રજુવાત કરવા છતાંય કોઈ સાંભળતું ના હોવાથી વિધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. જો વિદ્યાર્થીઓની રસોઈ બાબતે રજુવાત સાંભળવામાં નહીં આવે તો વિધાર્થીઓએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા લેખિત અરજી પણ આપવામાં આવી છે કે રસોડાની સાફ સફાઈ બરાબર થતી નથી અને સાવ હલકી ગુણવંત્તા વાળુ જમવાનું આપવામાં આવે છે. છાત્રાલય ના વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય સાથે કર્મચારીઓ ચેડાં કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા મિડીયા સાથે વાત કરી હતી કે હાલમાં લમ્પી વાયરસ એક જીવલેણ રોગ ગાયોને થયો છે અને અમને રોજ ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે આ દૂધ ગરમ પણ કરતા નથી અને પાણી નાખીને આપે છે અને રસોડાની સાફ-સફાઈ થતી નથી અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે સરકારી છાત્રાલયના કર્મચારીઓને લીધે 50 જેટલા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાયું છે જો ન્યાય નહીં મળે તો અમે ધરણા ઉપર ઉતરીશું, રેલી કાઢીશું અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચિમકી વિધાર્થીઓ એ મિડિયા સમક્ષ આપી હતી.