#AAP આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા નાં ઉમેદવાર તરીકે લાલેશ ઠક્કર નામ ઉપર મહોર મારી..

#AAP આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા નાં ઉમેદવાર તરીકે લાલેશ ઠક્કર નામ ઉપર મહોર મારી..

આપ દ્વારા પાટણ વિધાનસભાના ઉમેદવાર તરીકે લાલેશ ઠક્કર ની પસંદગી

કોંગ્રેસ-ભાજપ માટે પણ ચેલેન્જ રૂપ બને તેવી શક્યતા.

લાલેશ ઠક્કર ની પાટણ વિધાનસભા નાં ઉમેદવાર તરીકે ની પસંદગીને સૌએ આવકારી..

પાટણ તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ગતીવીધી તેજ બનાવવામાં આવી છે તો વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો પણ પોતાને ટીકીટ મળે તે માટે નાં ચક્રો ગતિમાન કરી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાની આ વખતે યોજાનારી ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ ની સાથે સાથે આમ આદમી પાર્ટી એ પણ ઝંપલાવ્યું છે જોકે અત્યાર સુધીમાં જોવા જઈએ તો ગુજરાત નાં રાજકારણમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે જ ચુંટણી જંગ જામતો હોય પરંતુ દિલ્હીમાં અને પંજાબ માં આમ આદમી પાર્ટી ની સરકાર દ્વારા જન સુખાકારી માટે કરેલાં મહત્વના નિર્ણયો ને લઈને આ વખતે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ નાં ઉમેદવારો ને ટક્કર આપી શકે તેવાં ઉમેદવારો ને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારી રહી છે.

ત્યારે બુધવારના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ ની અનુમતિથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ત્રીજા તબક્કાના ૧૦ ઉમેદવારો ની વિધીવત રીતે જાહેરાત કરી છે જેમાં પાટણ વિધાનસભા નાં ઉમેદવાર તરીકે પાટણ શહેર કોંગ્રેસ નાં પૂવૅ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ની સાથે સાથે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોહાણા સમાજના સેવાભાવી નવ યુવાન અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટી માં જોડાયેલા લાલેશ ઠક્કર ની પસંદગી કરવામાં આવતા સમગ્ર લોહાણા સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો, વિવિધ સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ નાં આગેવાનો દ્વારા તેઓની વિધાનસભા નાં ઉમેદવાર તરીકે ની પસંદગી બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો લાલેશ ઠક્કર ની લોક પ્રિયતા પાટણ વિધાનસભા ની બેઠક પર કોંગ્રેસ ભાજપ નાં ઉમેદવારો માટે પણ મુશ્કેલી સર્જ તો નવાઈ નહીં..