અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં ફેસબુક લાઈવ પર અંધાધૂંધ ગોળીબાર

અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં ફેસબુક લાઈવ પર અંધાધૂંધ ગોળીબાર

બેના મોત, શંકાસ્પદની ધરપકડ

અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં 19 વર્ષના એક છોકરાએ ફેસબુક લાઈવ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મેમ્ફિસ પોલીસે આ કેસમાં એક શકમંદની ધરપકડ કરી છે. મેમ્ફિસ પોલીસે જણાવ્યું હતું કે, ફેસબુક લાઇવ સ્ટ્રીમિંગમાં શંકાસ્પદ બંદૂકધારી એક સ્ટોરમાં ઘૂસીને લોકો પર ગોળીબાર કરતો જોવા મળ્યો હતો. ગોળીબાર કરનાર 19 વર્ષનો અશ્વેત યુવક છે. તેની ઓળખ એઝેકીલ કેલી તરીકે કરવામાં આવી છે. તેણે શહેરમાં અન્ય કેટલીક જગ્યાએ પણ ફાયરિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબાર દરમિયાન શંકાસ્પદ હુમલાખોરની કાર ક્રેશ થઈ ગઈ. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અમેરિકામાં દરરોજ ગોળીબારની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં જ હથિયાર નિયંત્રણ માટે નવો લાઇસન્સ કાયદો ઘડવામાં આવ્યો છે, ત્યારબાદ પણ આ પ્રક્રિયા અટકી રહી નથી.

બુધવારે મેમ્ફિસમાં ગોળીબારની ઘટના બની હતી. અગાઉ પોલીસે લોકોને અપીલ કરી હતી કે હુમલાખોર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો છે, તેથી ઘરમાં જ રહો. શંકાસ્પદને થોડા કલાકોમાં જ કસ્ટડીમાં લીધા બાદ સ્થળ પરથી નાકાબંધી હટાવી લેવામાં આવી હતી. જો કે, ABC 24 ટેલિવિઝનએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ ગોળીબાર સાથે જોડાયેલો છે કે કેમ તે સ્પષ્ટ નથી.

ન્યૂયોર્કમાં, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો હવે સેમી-ઓટોમેટિક રાઇફલ ખરીદી શકશે નહીં. 14 મેના રોજ, મેમ્ફિસમાં પ્રથમ બફેલો સુપરમાર્કેટમાં 10 અશ્વેતો માર્યા ગયા હતા. દસ દિવસ પછી, 24 મેના રોજ, ટેક્સાસની એક શાળામાં ગોળીબારમાં 19 બાળકો અને બે શિક્ષકો માર્યા ગયા.