મોંધવારીના વિરુદ્ધ માં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વૈચ્છિક ગુજરાત બંધનું એલાન..

મોંધવારીના વિરુદ્ધ માં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વૈચ્છિક ગુજરાત બંધનું એલાન..

સ્વૈચ્છિક બંધના પગલે પાટણના વેપારીઓ બપોર સુધી પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખે: ધારાસભ્ય

પાટણ તા.8
ભાજપના શાસન માં ગુજરાત સહિત દેશભરમાં કુદકે ને ભૂસકે વધી રહેલી અસહ્ય મોંઘવારી ના વિરોધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તા.10 સપ્ટેમ્બર ને શનિવાર ના રોજ સવારે 8 થી 12 સુધી નાં સમય માટે ગુજરાત બંધ નું એલાન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા સ્વેચ્છીક બંધના એલાનને નાના મોટા સૌ વેપારીઓ સમથૅન આપી સ્વયંભુ બંધ માં જોડાઈ તેવી અપીલ કરવામાં આવી છે.
આગામી તા.10 સપ્ટેમ્બર ને શનિવાર નાં રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા સ્વૈચ્છિક ગુજરાત બંધના એલાનને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સફળ બનાવવા ગુરૂવારના રોજ પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની આગેવાની હેઠળ શહેરના જુનાં સર્કિટ હાઉસ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે બેઠક યોજી શહેર અને જિલ્લાના વેપારીઓ ને તા.10 સપ્ટેમ્બર નાં રોજ સવારે 8 થી 12 નાં સમય દરમિયાન પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખવા અનુરોધ કર્યો હતો.


આ સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે ગુજરાતમાં અને કેન્દ્ર માં ભાજપનાં શાસનમાં દિવસે દિવસે વધતી જતી મોંઘવારી અને બેકારી મામલે વેપારીઓ નાં ધંધા રોજગાર માં પણ માઠી અસર વતૉઈ રહી છે ત્યારે આ વધતી જતી મોંઘવારી ને અટકાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અપાયેલા સ્વેચ્છીક ગુજરાત બંધ માં તમામ વેપારીઓએ સહકાર આપવા તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી છે તો સ્વૈચ્છિક બંધના એલાન દિવસે જિલ્લા,શહેર અને તાલુકા કોંગ્રેસ નાં આગેવાનો કાયૅકરો સાથે પોતે પણ વહેલી સવારથી જ શહેરના મુખ્ય બજાર માર્ગો સહિત નાં વિસ્તારોમાં વેપારીઓ ને પોતાના ધંધા રોજગાર બપોરના 12 કલાક સુધી બંધ રાખે તે માટે સમજાવવામાં આવશે તેવું ધારાસભ્ય ડો કિરીટ પટેલે મિડીયા સમક્ષ જણાવ્યું હતું.
પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા જુનાં સર્કિટ હાઉસ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં પાટણના ઈલેકટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે કોંગ્રેસી આગેવાન હરેશભાઈ બારોટ,રામસંગજી જાડેજા, અશ્વિનભાઈ પટેલ,શ્રવણજી દરબાર, ભરતભાઈ પટેલ સહિતના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.