પાટણના સરસ્વતી તાલુકાના આશા વકૅર બહેનો અને ફેસિલેટર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા..

પાટણના સરસ્વતી તાલુકાના આશા વકૅર બહેનો અને ફેસિલેટર બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા..

જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા રજુઆત કરી.

સરકાર દ્વારા માંગ સંતોષવા માં નહીં આવે તો કામ કાજ થી અળગા રહેવાની ચિમકી..

પાટણ તા.૮
સરસ્વતી તાલુકાની આશા વકૅરઓ અને આશા ફેસીલેટર બહેનોએ પગાર વધારાની માંગ સાથે ગુરૂવારના રોજ કલેકટરને કચેરી ખાતે એકત્ર થઇ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારી અધૅ સરકારી કર્મચારીઓ પોતાની વષો જુની પડતર માંગણીઓ સહિતના મુદ્દે સરકાર વિરુદ્ધ વિવિધ પ્રકારના કાર્યક્રમો આપી પોતાની માંગ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તે માટે પ્રયત્ન શિલ બન્યા છે.
ત્યારે ગુરુવારના રોજ પાટણના સરસ્વતી તાલુકાના આશા વકૅર બહેનો અને ફેસિલીટર બહેનો દ્વારા પોતાના પગાર વધારાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઇ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી હતી.જો સરકાર દ્વારા પગાર વધારાની માંગ સંતોષવા માં નહીં આવે તો કામ કાજ થી અળગા રહેવાનો ચિમકી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આશા વકૅર બહેનો અને ફેસિલીટર બહેનો નો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.