શહેરના સરદાર કોમ્પલેક્ષ નજીક બે મૃત ગાયોના કોઈ માલિક ન થતાં પાલિકા દ્વારા તેનો નિકાલ કરાયો..

શહેરના સરદાર કોમ્પલેક્ષ નજીક બે મૃત ગાયોના કોઈ માલિક ન થતાં પાલિકા દ્વારા તેનો નિકાલ કરાયો..

હાઈવે વિસ્તારમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય નજીક નાં ગંદકી પોઈન્ટ ની સફાઈ કરી વિસ્તારને સ્વચ્છ બનાવાયો.

પાટણ તા.૮
પાટણના કેટલાક પશુપાલન કતૉઓ દ્વારા પોતાના પશુધનને ખુલ્લેઆમ રખડતાં મુકી ફક્ત બે ટાઈમ તેનું દુધ દોહી આવક રળવાનુ સાધન બનાવ્યું હોય તેવી પ્રતિતિ અવાર નવાર પાટણના પ્રબુધ્ધ નગરજનો ને થઈ રહી છે ત્યારે ક્યારેક આવા અબોલ જીવો ભૂખ તરસ ને કારણે પોતાના જીવ જાહેર માગૅ પર છોડી દેતા અને મૃત અબોલ જીવો નુ કોઈ રણીધણી ન થતાં દિવસો સુધી આ મૃત અબોલ જીવો માગૅ પર દુગૅધની હાલતમાં પડી રહેતા વિસ્તારના રહીશો અને વેપારીઓને અનેક હાલાકી સાથે રોગચાળો ફેલાવાની ભીતી સતાવતી હોય છે ત્યારે ગુરૂવારના રોજ શહેરના હાઈવે વિસ્તારમાં સરદાર કોમ્પલેક્ષ નજીક બે મૃત ગાયોના દુગૅધ મારતા શરીરને કારણે આ વિસ્તારમાં આવેલા વેપારીઓ ને દુગૅધ નો સામનો કરવો પડ્યો હતો તો આ બાબતે વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપૂત ને જાણ કરતાં તેઓએ તાત્કાલિક સફાઈ કર્મચારીઓ ને ટ્રેક્ટર સાથે ધટના સ્થળે મોકલી મૃતક બન્ને ગાયોના શબને જેસીબી મશીન ની મદદથી ટ્રેક્ટર માં ભરીને તેનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


આ સાથે સ્વચ્છતા શાખા દ્વારા શહેરના હાઈવે સ્થિત પ્રજાપતિ છાત્રાલય નજીકના ગંદકી પોઈન્ટ ની ગંદકી ઉલેચી વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.