શ્રી ગણેશ વાડી ખાતે આયોજિત ગણેશોત્સવ દરમિયાન અન્નકુટ,છપ્પન ભોગ અને નૈવેદ્ય દર્શનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો..

શ્રી ગણેશ વાડી ખાતે આયોજિત ગણેશોત્સવ દરમિયાન અન્નકુટ,છપ્પન ભોગ અને નૈવેદ્ય દર્શનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો..

૧૪૫ માં શ્રી ગણેશોત્સવ નિમિત્તે ધારાસભ્ય ડો. કિરીટભાઇ પટેલ સહિતના મહાનુભાવો ના હસ્તે ૧૪૫ દીપ પ્રાગટ્ય કરી ધન્યતા અનુભવી..

પાટણ તા.૯
શ્રી ગજાનન મંડળી ભદ્ર પાટણ આયોજિત ભારતભરના ઐતિહાસિક પ્રાચીન સર્વ પ્રથમ ૧૮૭૮ માં સાર્વજનીક ગણેશોત્સવ પ્રારંભ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યો છે.આ વર્ષે ૧૪૫ માં શ્રી ગણેશોત્સવમાં ગુરુવારે નવમા દિવસે “શ્રી ગણેશવાડી” ભદ્ર ખાતે શ્રી ભાટે પરિવાર કલોલ ના સૌજન્ય થી “શ્રી ગણેશજી” ને અન્નકૂટ – છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો.

૧૪૫ મા શ્રી ગણેશોત્સવ નિમિત્તે શ્રી ગણેશજી સમક્ષ રાત્રે ૮.૦૦ કલાકે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ સહિતના મહાનુભાવો નાં વરદ્ હસ્તે ૧૪૫ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણ ધારાસભ્ય
ડૉ.કિરીટ પટેલ,સુ.શ્રી પલ્લવી બેન બારૈયા,નાયબ જીલ્લા વિકાસ અધિકારી પાટણ,  પાટણ તાલુકા મામલતદાર મહેતા,પાટણ શહેર મામલત દાર પરમાર, ડૉ.ઉદય પટેલ, ડૉ.પ્રજ્ઞેશ પટેલ, ડૉ.શૈલેષ સોમપુરા,પ્રવીણભાઈ એમ પટેલ પૂર્વ નાયબ ઇજનેર સહિતના મહાનુભાવો એખાસ ઉપસ્થિત રહી ગજાનન ગણપતિની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ગજાનન મંડળ નાં મુખ્ય ટ્રસ્ટી સુનિલ પાગેદાર દ્વારા શ્રી ગજાનન મંડળી દ્વારા ઉજવવામાં આવતા ભારતભર ના ઐતિહાસિક સાર્વજનીક ગણેશોત્સવ અને સંસ્થા નો રસપ્રદ ઇતિહાસનો પરિચય આપેલ.ત્યારબાદ સૌ મહેમાનોનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું.