સિદ્ધપુર માં નટપુરા વિસ્તારમાં મતદારયાદી 2022 સુધારણા કાર્યક્રમ યોજાયો..

સિદ્ધપુર માં નટપુરા વિસ્તારમાં મતદારયાદી 2022 સુધારણા કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.૯
સિદ્ધપુર તાલુકાના ગણેશપુરાના નટપુરા વિસ્તારમાં આવેલ યોગાજલિ પ્રાથમિક શાળા માં વિચરતા સમુદાય સમર્થન મંચના ઉપક્રમે વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે મતદાર સુધારણા કાર્યક્રમ શુક્રવારના રોજ યોજાયો હતો.

આ મતદાર સુધારણા કાર્યક્રમમાં 18 વર્ષ ના ઉપરના વ્યક્તિ ના નવા ફોર્મ ભરવા, મતદારકાર્ડ માં સુધારા વધારા કરવા માટે માહિતી સિદ્ધપુર મામલત કે.પી.ચૉધરી અને સુપરવાઈઝર કલ્પેશભાઈ અને vssm ના કાર્યકર મોહનભાઇ બજાણીયાએ આપી હતી. આ પ્રસંગે વિચરતી જાતિ ના લોકો ના પાયા ના પ્રશ્નો બાબતે મામલતદાર ને vssm કાર્યકર મોહનભાઇ એ રજુઆત કરતા તેનાં નિરાકરણ માટે હૈયાધારણા આપી હતી.
આ પ્રસંગે સિદ્ધપુર મામલતદાર કે.પી.ચૌધરી, નાયબ મામલતદાર રોનકબેન અને blo સરસ્વતીબેન, સુપરવાઈઝર કલ્પેશભાઈ અને વિચરતા સમુદાય સમર્થન મંચ પાટણ જિલ્લા ના કાર્યકર મોહનભાઇ, સામાજિક આગેવાન ઉષાબેન નટ. જૂજાભાઈ વાદી સહિત મોટી સંખ્યામા વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારો હાજર રહ્યા હતા.